HomeGujaratTheft Of Lakhs Worth Jewelry: સમૂહ લગ્નોત્સવમાં કારના કાચ તોડી 12 લાખના...

Theft Of Lakhs Worth Jewelry: સમૂહ લગ્નોત્સવમાં કારના કાચ તોડી 12 લાખના દાગીનાની ચોરી – INDIA NEWS GUJARA

Date:

Theft Of Lakhs Worth Jewelry: ભરૂચના અતિથિ રીસોર્ટ પર બ્રાહ્મણ સુવર્ણકાર સમાજ દક્ષિણ ગુજરાતના સમૂહમાં આવેલા અમદાવાદના સોનીની કારનો કાચ તોડી 12 લાખના દાગીના ભરેલું બેગ ઉઠાવી તસ્કરો પલાયન થઈ ગયા હતા. આ અંગેની જાણ થતાં જ લગ્નમાં આવેલા સોની પરિવારમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો.

અતિથિ રિસોર્ટમાં સોનાના દાગીના ભરેલી બેગની ઉઠાંતરી

ભરૂચના લુવારા નજીક આવેલા અતિથિ રીસોર્ટમાં બ્રાહ્મણ સુવર્ણકાર સમાજ દક્ષિણ ગુજરાતના સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં સમગ્ર ગુજરાતમાંથી સુવર્ણ સમાજના લોકો આવ્યા હતાં. જેમાં અમદાવાદના બ્રિજેશ સોની પણ પોતાની મોટર કાર લઈને આવ્યા હતા. તેઓ બપોરના 3 વાગ્યાના અરસામાં પોતાની ગાડીમાં સોનું તેમજ રોકડ મૂકી લગ્ન પ્રસંગમાં ગયા હતા. જ્યારે સાંજના તેઓ પોતાની કાર પાસે જઈને જોતા ચોકી ગયા હતાં. કારણ કે તેમની કારનો કાચ તોડીને અંદર મુકેલી 12 લાખના દાગીના ભરેલું બેગ કોઈ ચોરી ગયું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને LCB સહિતનો કાફલો સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે. જોકે અત્રે ઉલ્લેખનીય છે કે અહિયાં લગાવાયેલા સીસીટીવી કેમરા બંધ હતા.

Theft Of Lakhs Worth Jewelry: ચોરી સમયે અતિથિ રીસોર્ટના સીસીટીવી કેમેરા બંધ

સોની પરિવારની ગાડીમાંથી બેગની ચોરી થઈ હોવાનું માલુમ થતાં તેઓએ પોલીસને જાણ કરી હતી. જેથી સ્થાનિક પોલીસ સહિત LCB પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ મામલે સોની પરિવારે અતિથિ રિસોર્ટ સામે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, રિસોર્ટના સીસીટીવી ચોરી થઈ તે સમયે બંધ હતા. તેમજ તેમના સિક્યુરિટી ગાર્ડ પણ હાજર ન હોવાના આક્ષેપ કર્યા હતા. જોકે હાલમાં પોલીસે આ મામલે સોની પરીવારની ફરિયાદ નોંધીને ઘટનાની તપાસ આરંભી છે.

ધનવાનોના સમાજ કહી સકાય એવા સોની સમાજના સમૂહ લગ્નનો અવસર હોય અહિયાં ચોરી કરવા માટે ચોર દ્વારા પહેલાથી યોજના બનાવી હોય શકે અને આ અંગેની જાણકારી ચોર ટોળકીને રિસોર્ટના અંદરના સ્ટાફ દ્વારા આપવામાં આવી હોય શકે છે જેથી ચોર ટોળકી પોતાની જાળ ફેલાવી શકે અને સંભવ છે રિસોર્ટ માં કામ કરતાં સ્ટાફ કે સિક્યુરિટી સાંભળતા લોકો દ્વારાજ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય એ દિશામાં પણ પોલીસ હાલ તપાસ કરી રહી છે.

તમે આ પણ વાંચી શકો છો:

Akshay Kumar અબુ ધાબીમાં મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં પહોંચ્યા-INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી શકો છો:

Chickpeas Benefits: શેકેલા ચણાના દરેક દાણા છે ફાયદાકારક જાણો કઈ રીતે-INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories