Reputable Diamond Merchant Autobiography: ગુજરાત માં ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે ચાર ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે, જેમાં એક નામ હીરા ઉદ્યોગકાર ગોવિંદ ધોળકીયાનું નામ પણ છે. ગોવિંદ ધોળકિયાને ‘ડાયમંડ કીંગ’ તરીકે ઓળખવામાં આવે છે. ગોવિંદ ધોળકિયા મૂળ અમરેલી જિલ્લાના દૂધલા ગામના વતની છે. 13 વર્ષની ઉંમરે તેઓ 1964માં સુરત આવી ગયા હતા અને હીરા ઉદ્યોગમાં તેમની સફર શરૂ કરી હતી. આજે હીરા ઉદ્યોગમાં દેશ-વિદેશમાં તેમનું નામ જાણીતું છે. ગોવિંદ ધોળકિયા સામાજિક પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલા છે.
ગોવિંદ ધોળકિયાની આત્મકથા એક પ્રેરણા સ્ત્રોત-નરેન્દ્ર મોદી
વર્ષ 2022માં ગોવિંદ ધોળકિયાની આત્મકથા ‘Diamond are Forever, so are Morals’નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ આત્મકથામાં તેમણે જણાવ્યું કે કેવી રીતે તેણે શૂન્યથી શરૂઆત કરી અને કરોડોની કિંમતની કંપની બનાવી અને હીરાનો વેપાર બેલ્જિયમથી ભારતમાં લાવ્યાં હતા. ગોવિંદ ધોળકિયાએ તેમની આત્મકથામાં જણાવ્યું હતું કે તેઓ તેમના પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે 1964માં પહેલીવાર સુરત આવ્યા હતા, પરંતુ તેમનું કંઈક અલગ અને મોટું કરવાનું સપનું હતું. તેમણે હીરાના વ્યવસાયમાં પોતાની કારકિર્દીની શરૂઆત હીરા પોલીશ કરીને કરી હતી. તેમની પ્રથમ સફળતા ત્યારે મળી જ્યારે તેમણે 1970 માં શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઈવેટ લિમિટેડ (SRK) ની સ્થાપના કરી, જે પાછળથી વિશ્વની સૌથી મોટી હીરા કટીંગ અને નિકાસ કરતી કંપની બની. આજે શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઈવેટ લિમિટેડનું મૂલ્ય એક અબજ ડોલરથી વધુ છે.
Reputable Diamond Merchant: મારા જીવનના અનુભવો દરેક સાથે શેર કરવા માંગુ છું
પોતાની આત્મકથાના વિમોચન પર ગોવિંદ ધોળકિયાએ કહ્યું હતું, “આ પુસ્તક દ્વારા મારા જીવનના એક મહત્વપૂર્ણ ભાગ, સંઘર્ષ અને વ્યવસાયિક સફરની ફરી મુલાકાત કરવાનો આનંદ છે. આપણામાંના દરેકના જીવનના જુદા જુદા અનુભવો છે જે આપણા વર્તમાન અને ભવિષ્યને આકાર આપે છે અને આ પુસ્તક દ્વારા હું મારા જીવનના અનુભવો દરેક સાથે શેર કરવા માંગુ છું જેથી દરેકને ખાતરી મળી શકે કે પ્રામાણિકતા અને નૈતિકતાની મદદથી જીવનમાં મોટી સફળતા મેળવી શકાય છે અને તે અપાર સંતોષ આપે છે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવિંદ ધોળકિયાની આત્મકથાને પ્રેરણા સ્ત્રોત ગણાવી હતી. તેમણે કહ્યું હતું, “બાળપણની ઘટનાઓ, પ્રાથમિક શિક્ષણ અને વ્યાવસાયિક મોરચે કૌશલ્ય વિકાસ સુધીની માહિતી આ આત્મકથામાં સંકલિત કરવામાં આવી છે. આ પુસ્તકનું શીર્ષક બતાવે છે તેમ, નૈતિકતા પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે, જે આજના સમયમાં યુવાનો માટે ખૂબ જ જરૂરી છે. મને આશા છે કે આ પુસ્તકને વાચકોનો ઘણો પ્રેમ મળશે અને તેઓ પણ વાંચીને પ્રેરણા મેળવશે.”
તમેં આ પણ વાચી શકો છો :
Indo-UAE Relations: ઇકોનોમિક કોરિડોર અને રોકાણ માટે ડીલ
તમેં આ પણ વાચી શકો છો :
Bharat Jodo Nyay Yatra: રાહુલ ગાંધી કોંગ્રેસને ન બચાવી શક્યા