HomeToday Gujarati NewsUnique Celebration Of Valentine's Day: શાળાના 1000 વિદ્યાર્થી દ્વારા માતૃ-પિતૃ પૂજન કરાયું...

Unique Celebration Of Valentine’s Day: શાળાના 1000 વિદ્યાર્થી દ્વારા માતૃ-પિતૃ પૂજન કરાયું – INDIA NEWS GUJARAT

Date:

Unique Celebration Of Valentine’s Day: દેશ વિદેશમાં આજના દિવસને વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારે વાપીની એક શાળા દ્વારા આજના દિવસને અનોખી રીતે ઉજવવાનું નક્કી કરાયું હતું. અને શાળા દ્વારા બાળકો માતૃ પિતૃ પૂજન કરે એવું આયોજન કરીને દેશભરમાં એક અનોખી મિસાલ કાયમ કરવામાં આવી છે.

દેશભરમાં અનુકરણ કરવા જેવી બાબત

દેશ અને દુનિયામાં આજે વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરવામાં આવી રહી છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ મૂજબ 14 ફેબ્રુઆરીને પ્રેમીઓનો દિવસ માનવામાં આવે છે. અને આ દિવસે પ્રેમીઓ એકબીજાને ગુલાબનું ફૂલ આપી પોતાના પ્રેમનો એકરાર કરતા હોય છે. આમ પાશ્ચાત્ય સંસ્કૃતિ પાછળ ઘેલી બનેલી આજની નવી પેઢીને ભારતીય સંસ્કૃતિથી ઉજાગર કરવા માટે વાપીની જ્ઞાન ગંગા શાળામાં આજના દીવસે વેલેન્ટાઈન ડે ની ઉજવણીને બદલે માતૃ પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવા માં આવ્યો હતો. આવનાર નવી પેઢીને અત્યારથી જ વેલેન્ટાઇન એટલે પ્રેમીઓનો દિવસ નહીં પરંતુ પોતાના માતા પિતાને પૂજવાનો દિવસ તરીકે ઉજવવામાં આવે આ પ્રકારની પ્રેરણા આપવામાં આવી હતી.

Unique Celebration Of Valentine’s Day: ભગવાન કરતાં પણ ઉપર મનાય છે માતૃ-પિતૃ પૂજન

શાળા પરિસરમાં યોજાયેલા માતૃ પિતૃ પૂજન વિધિમાં શાળાના 1,000થી વધુ બાળકો અને તેમના માતા પિતા આ પૂજામાં જોડાયા હતા જ્યાં બાળકો એ પોતાના પુરા ભક્તિ ભાવપૂર્વક પોતાના માતા પિતાની પૂજા આરતી કરી હતી આ પ્રસંગે પૂજા વિધિ દરમિયાન ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા. આમ વાપીની આ જ્ઞાનગંગા શાળામાં છેલ્લા 11 વર્ષથી 14 મી ફેબ્રુઆરીના દિવસને માતૃ પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ શાળાના બાળકો અને તેમના વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સમાજમાં આજના દિવસે એક નવો રાહ ચિંધવાનો પ્રયાસ કર્યો હતો. શાળામાં થયેલી આ ઉજવણીને શાળાના બાળકો અને તેમના વાલીઓએ પણ આવકારી હતી.

ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અનુશાર માતા પિતાની ભક્તિ અને સેવા ભગવાનમી પૂજા કરતાં પણ ઉપર માનવામાં આવે છે. અને એના અનેક ઉદાહર આપના ધર્મ અને શાસ્ત્રો માં જોવા મળે છે ત્યારે વિદેશી કલ્ચર ત્યાગીને મૂળભૂત સંસ્કારનું સિંચન થાય એવા હેતુ થી દેશભરમાં આ રીતે શાળામાં માતૃ પિતૃ પૂજન કાર્યકર્મનું અનુકરણ થવું જોઈએ.

તમે આ પણ વાંચી શકો છો:

Indo-UAE Relations: ઇકોનોમિક કોરિડોર અને રોકાણ માટે ડીલ

તમે આ પણ વાંચી શકો છો:

Bharat Jodo Nyay Yatra: રાહુલ ગાંધી કોંગ્રેસને ન બચાવી શક્યા

SHARE

Related stories

Latest stories