Unique Love Street : વર્ષોથી અહીં કાછિયા સમાજના લોકોનો વસવાટ અહિયાં બાપ-દાદા પણ પ્રેમલગ્નમાં વિશ્વાસ રાખતા.
કાછિયા શેરી કે જ્યાં બારેમાસ વેલેન્ટઇન્સ ડે હોય
સમગ્ર વિશ્વમાં આજે 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતની સૈયદપુરા વિસ્તારમાં આવેલી કાછિયા શેરી કે જ્યાં બારેમાસ વેલેન્ટઇન્સ ડે હોય છે. અહીંના રહીશો હંમેશા પોતાના જીવનસાથીને પ્રેમનો અહેસાસ કરાવતા રહે છે. આ શેરી પ્રેમનું પ્રતીક બની છે. 1800ની વસ્તી ધરાવતી શેરીમાં 80 જેટલા યુગલોએ પ્રેમલગ્ન કર્યા છે. વર્ષોથી આ શેરી પ્રેમ ગલીથી ઓળખાય રહી છે.
શેરીમાં 1800થી વધુ કાછિયા સમાજના લોકો બાપ-દાદાના સમયથી વસવાટ કરતા આવ્યા છે
વેલેન્ટાઇન ડે નિમિતે આજે અમે તમને લઈને આવ્યા છે સુરતના સૈયદપુરા વિસ્તારમાં આવેલા કાછિયા શેરીમાં. અહિયાં મોટાભાગના કાછિયા સમાજના લોકો વર્ષોથી રહે છે. એક સમાજથી આવતા હોવાથી સૌ કોઈ લોકો એકબીજાથી પરિચિત છે. તેજ કારણ છે કે અહીંના લોકો મોટાભાગે લવ મેરેજ કરે છે. આજે પણ અહીં પ્રેમલગ્નમાં લોકો વિશ્વાસ રાખે છે. શેરીમાં 1800થી વધુ કાછિયા સમાજના લોકો બાપ-દાદાના સમયથી વસવાટ કરતા આવ્યા છે. મહત્વની વાત તો એ છે કે, અહીં પેઢીથી પેઢી લોકો પ્રેમલગ્ન કરતા આવ્યા છે. જ્યાં આજે પણ આ શેરીમાં 70થી 80 જેટલા એવા કપલો છે, જેમણે પ્રેમલગ્ન કર્યા છે. આજે પણ તમામ દાંપત્યજીવનમાં સુખેથી સહપરિવાર જોડે જીવન વ્યતીત કરી રહ્યા છે. કાછિયા શેરીમાં રહેતા લોકોનું કહેવું છે કે, કાછિયા સમાજના લોકો અહીં બાપ-દાદાના સમયથી સ્થાયી થયા છે. અગાઉની પેઢીએ પણ પ્રેમલગ્ન કર્યા છે, ત્યારથી માંડી આજ દિન સુધી અહીં લોકો પ્રેમલગ્નમાં વિશ્વાસ રાખે છે. મોટાભાગના કાછિયા સમાજના લોકો એકબીજા સાથે એક પરિવારની જેમ રહેતા આવ્યા છે. એક જ સમાજથી આવતા હોવાના કારણે સૌ કોઈ લોકો એકબીજાથી અહીં પરિચિત હોય છે.
Unique Love Street : કાછિયા શેરીમાં આજે આવા 70થી 80 જેટલા કપલો
શેરીમાં જ રહેતા યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાઈ ત્યારે વડીલો દ્વારા એક પરિવારની જેમ વાતચીત કરી પ્રેમલગ્ન કરાવે છે. આજદિન સુધી કરાવવામાં આવેલ પ્રેમલગ્ન દરમિયાન દાંપત્ય જીવનમાં છૂટાછેડા થયા હોય તેવો એક પણ કિસ્સો બન્યો નથી. પતિ-પત્ની વચ્ચે સામાન્ય ઝઘડો થાય ત્યારે વડીલોની મધ્યસ્થી અહીં સુખદ સમાધાન કરાવવામાં આવે છે. સૈયરદપુરાની કાછિયા શેરીમાં આજે આવા 70થી 80 જેટલા કપલો છે, જેમણે પ્રેમલગ્ન કરી આજે પણ સુખી દાંપત્ય જીવન જીવી રહ્યા છે. જેનું ઉત્તમ ઉદાહરણ અહીંના વડીલો છે. જેમની ઉંમર આજે 50થી 60 વર્ષ વચ્ચેની છે, છતાં પતિ-પત્ની સુખ સને શાંતિ તેમજ પ્રેમથી રહે છે. તેજ કારણ છે કે, સુરતની કાછિયા શેરી એક રીતે પ્રેમ ગલી તરીકે પણ ઓળખાય છે.
તમેં આ પણ વાચી શકો છો :
Indo-UAE Relations: ઇકોનોમિક કોરિડોર અને રોકાણ માટે ડીલ
તમેં આ પણ વાચી શકો છો :
Bharat Jodo Nyay Yatra: રાહુલ ગાંધી કોંગ્રેસને ન બચાવી શક્યા