HomeSurat NewsShameful Case Of Police Brutality: વીજ કરંટ લાગેલ બનાવમાં પોલીસે માતા વિહોણા...

Shameful Case Of Police Brutality: વીજ કરંટ લાગેલ બનાવમાં પોલીસે માતા વિહોણા બાળકો ના પિતા પર જ અટકાયતી પગલા લઇ લીધા – INDIA NEWS GUJARAT

Date:

Shameful Case Of Police Brutality: એક તરફ સુરત પોલીસ પોતાની સાખ સુધારવાના પ્રયત્ન કરે છે તો કેટલાક અમલદારો પોતાનો રોફ જમાવવા અને પોતાની ખોટી સાખ ઉપજાવવા નિર્દોષ અને અસહાય નાગરિકોને નિશાન બનાવી પોતે બહાદુરીનું કામ કરતાં હોય એવું સાબિત કરવાની કોસિસ કરાય રહી છે. એવીજ ઘટના પ્રકાસમાં આવી છે જેમાં પોતાના પુત્ર સાથે બનેલ ઘટનામાં પોલીસ પાસે ન્યાયની માંગ સાથે ઉપવાસ આંદોલન કરી રહેલા પિતાને પોલીસ જેલમાં પૂરી દીધા છે.

પુત્ર માટે પિતા આમરણાંત ઉપવાસ બેસતા પોલીસની એક્સન

પોલીસની બર્બરતા નો વધુ એક કિસ્સો ડીંડોલી થી પ્રકાસમાં આવ્યો છે. ગત 16 જાન્યુઆરીના રોજ એક ઘટના પ્રકાશમાં આવી હતી જેમાં સ્કૂલના ધાબા પર બે વિદ્યાર્થીઓ જોડે પતંગના દોરાની સફાઈ માટે સ્કુલ સંચાલકે મોકલતા બંને ભાઈઓને વીજ કરંટ લાગ્યો હતો. જેમાં હજી સુધી એક ભાઈની હાલત ગંભીર છે અને તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે. આશરે એક મહિનાનો સમય વીતવા આવ્યો છતાં પુત્રને ન્યાય ના મળતા અંતે પિતાએ આમરણાંત ઉપવાસ પર બેસવાનું નક્કી કર્યું છે. આ બનાવની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી પિતાને જ કસ્ટડીમાં લઈ અટકાયતી પગલા લેવામાં આવ્યો હતા.

આના પરથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે જો તમે તંત્ર વિરુદ્ધ અવાજ ઉઠાવશો તો તંત્ર તમારા પર સામ-દામ દંડ ભેદ તમામ પ્રકારના હથિયારો ઉગામી શકે છે, જે ડીંડોલી પોલીસ એક જીવતો નમૂનો છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ડીંડોલી વિસ્તારના આવેલી શારદાયતન સ્કૂલની ઘટના પ્રકાશમાં આવી હતી જેમાં શાળાના સંચાલક દ્વારા શાળામાં અભ્યાસ કરતા બંને ભાઈઓને ઉતરાયણ દરમિયાન ધાબા પર જે પતંગ અને પતંગના દોરાઑ પડ્યા હતા તેની સાફ-સફાઈ માટે મોકલવામાં આવ્યા હતા તેઓ સફાઇ દરમ્યાન વીજ લાઇન પર ફસાયેલા પતંગ અને દોરા કાઢવા જતાં ભારે વીજ પ્રવાહનો કરંટ લાગ્યો હતો. આ બનાવવામાં બંને વિદ્યાર્થી ભાઈ માંથી એક ભાઈને ગંભીર ઇજા થતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

Shameful Case Of Police Brutality: ગંભીર હાલતમાં બાળક આઈસીયુમાં

બે માંથી એક બાળક જેને ઇજા પહોંચી

હજી સુધી સારવાર લઈ રહેલા વિદ્યાર્થી પ્રાઇવેટ હોસ્પિટલમાં આઈસીયુમાં જ દાખલ છે અને તેની હાલત હજી ગંભીર હોવાનું તેના પિતા દ્વારા કહેવામાં આવ્યું છે પરંતુ આ બનાવ જ્યારે ન્યુઝ ચેનલ પર આવ્યો ત્યારે ડીંડોલી પોલીસે પોતાની શાક બચાવવા માટે સંચાલક વિરુદ્ધ હળવી કલમો ઉમેરી ગુનો દાખલ કર્યો હતો અને ગણતરીના કલાકોમાં તેને જામીન પણ આપી દીધા હતા અને ફરીથી સ્કૂલ ધમધમતી થઈ ગઈ હતી. પુત્રના પિતા એવા પરમેશ્વર યાદવ આમરણાંત ઉપવાસ પર બેસી ગયા જે ઘટનાની જાણ થતા ડીંડોલી પોલીસ તે પિતાને સમજાવવાના બદલે તેના વિરુદ્ધમાં જ કાયદેસરની કાર્યવાહી કરી અને પિતા ઉપર અટકાયતી પગલા લઈ લેવામાં આવ્યા હતા.

વધુમાં આપને જણાવી દઈએ કે પરમેશ્વર યાદવ કે જેમની પત્ની થોડાક સમય પહેલા દેવલોક પામેલ છે અને હાલ તેમના પરિવારમાં 18 વર્ષનો પુત્ર, 17 વર્ષની પુત્રી, 15 વર્ષ અને 14 વર્ષના બે પુત્ર છે જેમાં 15 વર્ષનો પુત્ર શિવ યાદવ હાલ આઈસીયુમાં સારવાર હેઠળ છે તેની પણ શરમ ન લાગતા માતા વિહોણા પુત્રની સાર સંભાળ કોણ લેશે તેઓ પ્રશ્ન પણ ન ઉદ્ભવતા પોલીસે આ ચારેય નિરાધાર બાળકોના પિતાને જેલ ભેગો કરી દીધો છે.

તમે આ પણ વાંચી શકો છો:

Indo-UAE Relations: ઇકોનોમિક કોરિડોર અને રોકાણ માટે ડીલ

તમે આ પણ વાંચી શકો છો:

Bharat Jodo Nyay Yatra: રાહુલ ગાંધી કોંગ્રેસને ન બચાવી શક્યા

SHARE

Related stories

Latest stories