HomeIndiaSurat Truck Accident: ટ્રકચાલકે ગફલતભરી રીતે ટ્રક ચલાવી સર્જ્યો અકસ્માત, મહિલાનું સર્જાયું...

Surat Truck Accident: ટ્રકચાલકે ગફલતભરી રીતે ટ્રક ચલાવી સર્જ્યો અકસ્માત, મહિલાનું સર્જાયું મૌત – INDAI NEWS GUJARAT

Date:

Surat Truck Accident: સુરતના રિંગરોડ વિસ્તારમાં અકસ્માતની બની ઘટના બેફામ ટ્રક ચાલકે ફરી એક વાર સર્જ્યો અકસ્માત અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજયું. ત્યારે પ્રતિબંધિત સમયમાં પણ બેફામ રીતે ટ્રકો શહેરમાં ફરતી હોવાથી ટ્રાફિક પોલીસની કામગીર પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.

ટ્રક ચાલકો બેફામ બન્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે

સુરત શહેરમાં કેટલા સમયથી ટ્રક ચાલકો બેફામ બન્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. તેમ છતાં કોઈ કડક કાર્યવાહી આવા બેફામ બનેલ ટ્રક સંચાલકો પર કે ડ્રાઇવરો પર કરવામાં આવી નથી. જેને લઈને અવારનવાર ગંભીર અકસ્માતો સર્જાય છે અને નિર્દોષ લોકોના મોત નીપજી રહ્યા છે. દેશભરમાં બેફામ ટ્રક અને ડમફર ચાલકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી હતી ત્યારે સરકાર દ્વારા આવા અકસ્માત સર્જી ભાગી જનાર ડ્રાઇવરો ને 10 વર્ષની સજા અને 5 લાખનો દંડ વશુલવાનો કડક કાયદો અમલ માં લવાયો હતો. પરંતુ ટ્રક ચાલકો અને ડફર ચાલકો એ દેશભરમાં આંદોલનો કર્યા હતા જેથી સરકારે સમગ્ર કાયદા પર રોક મૂકવા મજબૂર બની હતી.

Surat Truck Accident: પતિએ ટ્રક ચાલકનો પીછો કર્યો પણ ફરાર થવામાં સફળ

આજરોજ વેહલી સવારે રીંગ રોડ વિસ્તારમાંથી બાઈક પર દપતિ સવાર હતી જયારે બેફામ ટ્રક ચાલકે બાઈકને અડફેટે લીધી હતી ત્યારે પત્નીનો દુપટ્ટો ટ્રકના ટાયરમાં ફસાતા તેનું ગળું ટાયર નીચે આવી જતા પત્નીનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું પતિ દ્વારા ટ્રક ચાલકનો પીછો કરાયો હતો પરંતુ ટ્રક ચાલક ઘટના સ્થળેથી પલાયન થઈ ગયો હતો સમગ્ર ઘટના ત્યાંથી પસાર થતા લોકો જોતા લોકોમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી સમગ્ર ઘટનાની જાણ થતાં સલાબતપુરા પોલીસ ઘટના સ્થળે પોહચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મોત નીપજેલ મહિલાને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી.

આ વિચિત્ર પ્રકારનો અકસ્માત સર્જાયો હતો. સવારે નવદંપતી મોપેડ પર નોકરી પર જઈ રહ્યું હતું. દરમિયાન રિંગરોડ ખાતે પહોંચતા એક આઇસર ટ્રકના ચાલકે તેમને અડફેટે લીધા હતા. પત્નીનો દુપટ્ટો ટ્રકના ટાયરમાં ફસાઈ જતા તે નીચે પટકાઈ હતી અને તેના પરથી ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું. જેથી તેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં તેને મૃત જાહેર કરાઈ હતી.

તમે આ પણ વાંચી શકો છો:

RaGa wrote letter to PM: બંગાળમાં મનરેગા ફંડને લઈને કહી આ વાત

તમે આ પણ વાંચી શકો છો:

Pakistan Elections 2024: પાકિસ્તાનમાં ધાંધલધમાલના વિરોધમાં ઉમેદવારોએ તેમની જીતેલી બેઠકો છોડી દીધી, ચૂંટણી રદ કરવાની માંગ કરી – India News Gujarat

SHARE

Related stories

Latest stories