Damaging Statues Of Dignitaries : શિવાજી મહારાજ,ભીમરાવ આંબેડકર સહિતની પ્રતિમા ખંડિત જવાબદારને ઝડપી પાડવા સામાજિક આગેવાનોની માંગ.
જવાબદાર ટેન્કર ચાલકને ઝડપી પાડવા માંગ
વાપી ખાતે મહાનુભાવોના સ્મારકને ટક્કર મારી ફરાર થયેલા ટેન્કર ચાલકે શિવાજી મહારાજ. બાબા સાહેબ આંબેડકર સહિતના મહાનુભાવો ની પ્રતિમા ખંડિત કરી ડેટા ચકચાર મચી જવા પામી છે. ઘટના બાદ સાથનીક લોકો દ્વારા જવાબદાર ટેન્કર ચાલકને ઝડપી પાડવા માંગ કરાય છે.
કડક કાર્યવાહી નહિ કરે તો આગામી સમયમાં આંદોલન કરવાની પણ ચીમકી ઉચારી
વાપી ચણોદના ત્રી રત્ન સર્કલ પર આજે મહાનુભવોની પ્રતિમાઓને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. ટેન્કરની ટક્કરથી મહાનુભાવોની પ્રતિમાઓ અને સ્તંભ પણ જમીનદોસ્ત થઈ ગયા હતા. બનાવને લઈ સમગ્ર વિસ્તારના ચકચાર મચી ગઈ હતી. મહત્વપૂર્ણ છેકે આ ત્રી રત્ન સર્કલ જેમાં છત્રપતિ શિવાજી મહારાજ, ડોક્ટર ભીમરાવ આંબેડકર અને જ્યોતિબા ફુલે સહિતના મહાનુભાવોની પ્રતિમાઓ સ્થાપિત કરી હતી. જોકે આજે કોઈ અજાણ્યો ટેન્કર ચાલક આ પ્રતિમાઓ ના સ્થંભને ટક્કર મારી હતી. આથી આસપાસના લોકો સ્થળ પર એકઠા થયા હતા. અને બનાવની જાણ થતાં દલિત સમાજના અનેક અગ્રણી પણ સ્થળ પર પહોચ્યા હતા. આ અગાઉ પણ એક વખત આ પ્રતિમાઓને વાહને ટક્કર મારતા મોટી બબાલ થઇ હતી. અને ફરી એક વખત આવી ઘટના બનતા લોકો રોષે ભરાયા હતા. એકઠા થયેલા લોકો અને અગ્રણીઓએ આ મામલે ફરાર ટ્રક ચાલકને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી. જો આ મામલે પોલીસ ઝડપી કડક કાર્યવાહી નહિ કરે તો આગામી સમયમાં આંદોલન કરવાની પણ ચીમકી ઉચારી હતી.
Damaging Statues Of Dignitaries : ટેન્કર ચાલકને ઝડપી પાડવા તપાસ શરૂ
પોલીસ ઘટના બાદ CCTV સહિતના સર્વેલન્સની મદદથી પ્રતિમાઓને ખંડિત કરનાર ટેન્કર ચાલકને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે. તો પોલીસ એપણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ ઘટના માત્ર અકસ્માત છે કે પછી કોઈ સાજિસ રચીને ઈરાદા પૂર્વક બનેલી ઘટના તો નથી એ પણ હાલ તપાસ કરાય રહી છે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: