World Radio Day: આજે વિશ્વ રેડિયો દિવસ છે અને આજના દિવસે આપડે મળીએ સુરતના યુવાનને. આ યુવાનનો રેડિયોને લઈને અદભુત શોખ સામે આવ્યો છે. સુરત શહેરના ઉધના દરવાજા પાસે રહેતા ધવલ ભંડેરી પાસે 1940 થી લઇને આજદિન સુધીના રેડિયો સંગ્રહ કરી રાખ્યા છે. જેમાંથી ઘણા રેડિયો હાલ પણ ચાલુ કન્ડિશનમાં છે.
સુરતના યુવાન પાસે અનોખુ રેડિયો કલેક્સન
આજના ડિજિટલ યુગમાં જ્યાં એક તરફ સોશિયલ મીડિયા અને ખાસ કરીને રિલ સ્ટેન્ડમાં જોવા મળી રહ્યું છે ત્યારે બીજી બાજુ લોકોની પહેલી પસંદ રેડિયો પણ જોવા મળી રહી છે. વર્તમાન સમયમાં લોકોના પાસે મોબાઇલ અથવા તો નાના ગેજેટ જેવા રેડિયો જોવા મળી મળી રહ્યું છે ત્યારે સુરતના ધવલ ભંડારી પાસે રેડિયોનું એક અલગ જ કલેક્શન જોવા મળી રહ્યું છે. ધવલ પાસે દેશ-વિદેશની અનેક એન્ટીક રેડિયો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રેડિયોની વાત કરવામાં આવે તો તેમની પાસે 150 થી વધુ રેડિયોનું કનેક્શન છે જેમાં નામાંકિત કંપનીના રેડિયો પણ છે. આ રેડિયોને તેમણે અલગ અલગ સ્થળો પર જાતે મુલાકાત લઈને પાર્સલ મંગાવી એકત્રિત કર્યા છે. તે સાથે જ તેમણે રેડિયોની મેન્ટેનન્સ પણ ચાલુ રાખી છે. તેમનો મકાનનો એક આખો જ રૂમ નાના-મોટા રેડિયોથી સંગ્રહ કરવામાં આવ્યો છે.
World Radio Day: 1940 થી લઈને અત્યાર સુધીના રેડિયોનું કલેક્સન
ધવલ ભંડેરી પાસે 1940 થી લઇને આજદિન સુધીના રેડિયો સંગ્રહ રાખ્યા છે. જેમાંથી ઘણા રેડિયો હાલ પણ ચાલુ કન્ડિશનમાં છે. આ બાબતે ધવલ ભંડારીએ જણાવ્યુંકે, આજના જમાનામાં પણ ગામડાઓમાં રેડિયોનું ચલણ ખૂબ જ વધારે જોવા મળી રહ્યું છે. એક સાથે મોટા સમુદાયને સાંકડી શકે છે તો આ રેડીઓ છે. જેથી રેડીઓ આજે પણ લોકોની પસંદીતા છે. મારી પાસે નેશનલ પેનાસોનિક, મરફી, ફિલિપ્સ, ગેરેટ, સાન્યો જેવા કંપનીના 1940 થી અત્યાર સુધીના રેડિયો છે. તથા 10 થી 15 રેડિયો મેડ ઇન ઇન્ડિયા અને અન્ય વિદેશી બનાવટોના લાખો રૂપિયાના રેડિયોનું કનેક્શન છે. ત્યારે આજે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મહિનાના છેલ્લા રવિવારને સમગ્ર દેશને રેડિયો મારફતે જ મન કી બાત કહે છે. એટલે આજે પણ રેડીઓનું ચરણ ખૂબ જ જોવા મળી રહ્યું છે. આજના વિશ્વ રેડિયો દિવસે ધવલ ભંડેરીને ખૂબખૂબ અભિનંદન.
તમે આ પણ વાંચી શકો છો:
RaGa wrote letter to PM: બંગાળમાં મનરેગા ફંડને લઈને કહી આ વાત
તમે આ પણ વાંચી શકો છો: