HomeGujaratSVNIT 20th Convocation Ceremony: ધ્રુવી નાકરાણી અને મુદ્દીત બજાજ સહિત દ્રૌપદી મુર્મૂના...

SVNIT 20th Convocation Ceremony: ધ્રુવી નાકરાણી અને મુદ્દીત બજાજ સહિત દ્રૌપદી મુર્મૂના હસ્તે ૨૮ વિધાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા – INDIA NEWS GUJARAT

Date:

ઓલ ઓવર ટોપર રહેલા મુદ્દીત બજાજે બે ગોલ્ડ મેડલ મેળવ્યા

SVNIT 20th Convocation Ceremony: સુરત શહેરમાં આવેલી સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય પ્રૌધોગિકી સંસ્થાનના ૨૦માં દીક્ષાંત સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે ૨૮ વિધાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. ઓલ ઓવર વિદ્યાર્થીઓમાં મુદ્દીત બજાજ ટોપર તથા બીટેક ઇલેકટ્રીક એન્જિનિયરિગ વિધાશાખામાં પ્રથમ રહીને બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. મુદ્દીતે જણાવ્યું હતું કે, લોકડાઉન સમયે કોમ્પ્યુટર સામે સતત રહીને અભ્યાસ કરવામાં ધણી મુશ્કેલી પડી હતી. વડીલોના આશીર્વાદ તથા તનતોડ મહેનતના કારણે મુકામ હાંસલ કર્યો હોવાનું તેણે કહ્યું હતું. મુદ્દીતે ૯.૭૬ CGPA સ્કોર સાથે ટોપર રહ્યો છે.હાલ મુંબઈની ખાનગી કંપનીમાં ડેટા એન્જિનિયર તરીકે નોકરી કરી રહ્યા છે.

SVNIT 20th Convocation Ceremony: મેથેમેટિક્સના વિષય સાથે એમ.એસ.સી.ના અભ્યાસમાં ૯.૬ સીજીપીએ મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો

મુળ ભાવનગરના ઉંચડી ગામના વતની અને હાલ સુરતના વરાછા વિસ્તારના પુણાગામની દિકરી ધ્રુવી નાકરાણીએ સુરતની પીપલોદ સ્થિત એસવીએનઆઇટી કોલેજમાં મેથેમેટિક્સના વિષય સાથે એમ.એસ.સીમાં અભ્યાસ કરી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. જેમને એસવીએનઆઈટીના ૨૦માં દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી ‌મુર્મુના હસ્તે પ્રમાણપ્રત્ર અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થતા ગામ અને પરિવારનું નામ રોશન કર્યું હતું.

સામાન્ય પરિવારની દીકરી ધ્રુવી નાકરાણીએ જણાવ્યું હતુ કે, મારા પિતા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. નાનપણથી જ ભણવામાં હોશિયાર હોવાથી પરિવારે ભણી ગણીને ઉચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કરી હતી. સુરતની એસવીએનઆઇટી કોલેજમાં મેથેમેટિક્સના વિષય સાથે એમ.એસ.સીનો અભ્યાસ શરૂ કર્યો હતો, જ્યાં શિક્ષણમાં નિપૂણ અધ્યાપકો દ્વારા શિક્ષણ પ્રાપ્ત થતા અભ્યાસમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે. હાલ ધ્રુવી મેથેમેટિક્સ ક્ષેત્રે પીએચડીનો અભ્યાસ કરી રહી છે. સાથે સાથે સિવિલ સર્વિસ એક્ઝામની તૈયારી કરી રહી હોવાનું જણાવ્યું હતું.
વધુમાં તેમણે ઉમેર્યું કે, સરકારી નોકરી પ્રાપ્ત કરી લોકોની સેવા કરવાનું મારું લક્ષ્ય છે. મારા માતા-પિતા દ્વારા હર હંમેશા મને સહકાર આપવામાં આવ્યો છે જેના કારણે આજે હું ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવામાં સફળ રહી છું. સાથે સાથે સરકારનો અતિ આભાર જેમના પ્રયાસો યોજનાઓથી અમારા જેવા લાખો વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે મદદ મળી છે.

તમે આ પણ વાંચી શકો છો:

RaGa wrote letter to PM: બંગાળમાં મનરેગા ફંડને લઈને કહી આ વાત

તમે આ પણ વાંચી શકો છો:

Pakistan Elections 2024: પાકિસ્તાનમાં ધાંધલધમાલના વિરોધમાં ઉમેદવારોએ તેમની જીતેલી બેઠકો છોડી દીધી, ચૂંટણી રદ કરવાની માંગ કરી – India News Gujarat

SHARE

Related stories

Latest stories