Accident In Goods Lift : એકનું મોત એક ટેમ્પો ડ્રાઈવર ગંભીર હાલતમાં સ્મીમેરમાં દાખલ. સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ.
દુર્ઘટનામાં એક કામદારનું ઘટના સ્થળે જ મોત
આંજણામાં ગુડ્સ લીફ્ટનું હુક તુટી જતા ત્રીજા માળેથી એર કમ્પ્રેશર નીચે કામ કરતા બે કામદારો પર પડ્યું હતું. આ દુર્ઘટનામાં એક કામદારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક કામદાર ગંભીર રીતે ઘવાતા સારવાર માટે દાખલ કરાયો છે. બનાવ અંગે સલાબતપુરા પોલીસે તપાસ શરૂ કરી છે.
સામાન ખસેડવાની કામગીરી કરતા હતા
આંજણા ફાર્મ જય ઈન્ડસ્ટ્રીયલમાં એમ્બ્રોઈડરીના કારખાનામાં રહેતા 30 વર્ષીય લલન રામ મિશ્રા ત્યાંજ કામ કરતા હતા. સોમવારે સવારે તેઓ કારખાના નજીક સામાન ખસેડવાની કામગીરી કરતા હતા. દરમ્યાન ત્રીજા માળેથી ગુડ્સ લીફ્ટની મદદથી એર કમ્પ્રેશર ઉતારવાની કામગીરી ચાલી રહી હતી. ત્યારે અચાનક લીફ્ટનું હુક તુટી જતા કમ્પ્રેશર નીચે કામ કરી રહેલા લલન રામ મિશ્રાના માથા પર પડ્યું હતું. આ દુર્ઘટનામાં લલન મિશ્રાનું માથુ ફાટી જતા તેમનું ઘટના સ્થળે જ અરેરાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે તેમની સાથે સામાન ખસેડવાની કામગીરી કરી રહેલા 40 વર્ષીય ટેમ્પો ડ્રાઈવર પારસ જેઠાલાલ માલી પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી ગંભીર રીતે ઘવાયેલા પારસભાઈને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
Accident In Goods Lift : કેપેસિટીથી વધુ વજનનો સામાન ઉપર લઈ જતી વખતે આ દુર્ઘટના બની
ભારે સામાન નીચે થી ઉપર ખસેડવા આસ્થાઈ લિફ્ટ બનાવાય હતી. જેમાં કેપેસિટીથી વધુ વજનનો સામાન ઉપર લઈ જતી વખતે આ દુર્ઘટના બની હતી. સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરા માં કેદ થવા પામી હતી. જેમાં સ્પસ્ટ રીતે દેખાઈ રહ્યું છે કી રીતે એર કમ્પ્રેશર ઉપરથી નીચે કામ કરી રહેલા બે વ્યક્તિ પર પડે છે. ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ સ્થળ પર આવીને અકસ્માતની ઘટનમાં માં ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
તમે આ પણ વાંચી શકો છો:
New Election Commissioner: PM મોદીના નેતૃત્વમાં કમિટીની બેઠક યોજાશે
તમે આ પણ વાંચી શકો છો:
Congress Politics: સિદ્ધારમૈયા સરકાર ભાજપ વિરુદ્ધ દિલ્હી પહોંચી