HomeGujaratStone Attack On Asthaa Train: સુરતથી અયોધ્યા જવા નીકળેલી આસ્થા ટ્રેન પર...

Stone Attack On Asthaa Train: સુરતથી અયોધ્યા જવા નીકળેલી આસ્થા ટ્રેન પર નંદુરબાર નજીક પથ્થરમારો – INDIA NEWS GUJARAT

Date:

Stone Attack On Asthaa Train: સુરતથી આયોધ્યા જવા માટે વિશેષ આસ્થા ટ્રેન ફ્લેગઅપ કરવામાં આવ્યું હતું જેને ગત રાત્રી નંદુરબાર સ્ટેસન નજીક કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થર મારો કરીને નુકશાન પહોંચાડવાની ઘટના સામે આવે છે. સમગ્ર ઘટનાની જાણ ટ્રેનમાં આયોધ્યા જઈ રહેલા યાત્રી દ્વારા કરાતા રેલ્વે પોલીસ ઘટનાની તપાસ શરૂ કરી છે.

રાત્રે 10:45 વાગ્યે સ્ટેશનથી દોઢ કિમી પહેલા બનેલી ઘટના

સુરતથી અયોધ્યા જવા માટે રવિવારે સાંજે 8 વાગ્યે નીકળેલી આસ્થા ટ્રેન પર નંદુરબાર નજીક રાત્રે 10:45 વાગ્યે અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. આ ટ્રેનમાં કુલ 1340 યાત્રીઓ સવાર હતા. ટ્રેન પર સતત પથ્થરો વાગતા મુસાફરો ગભરાઈ ગયા હતા અને ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. કેટલાક યાત્રીઓએ તરત જ ટ્રેનની બારીઓ બંધ કરી બચવા માટે પ્રયાસ કર્યો હતો, છતાં બે-ચાર પથ્થરો તો ટ્રેનની અંદર આવી જ ગયા હતા. નંદુરબાર રેલવે પોલીસના એપીઆઈ રમેશ વાવરેને મોડીરાત્રે આ બાબતે પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે, સુરતથી અયોધ્યા જતી આસ્થા ટ્રેન પર પથ્થરમારો થયો હતો.

Stone Attack On Asthaa Train: યાત્રીઓએ ફરિયાદ કરતા રેલવે પોલીસે તપાસ આરંભી

આ ઘટનામાં કોઈ મુસાફરને ઇજા થઈ ન હતી, પોલીસે પ્રારંભિક તપાસ કરીને મોડી રાત્રે ટ્રેનને નંદુરબાર રેલવે સ્ટેશનથી રવાના કરી દીધી હતી. ટ્રેનમાં બેઠેલા એક યાત્રીએ ફોન પર જણાવ્યું કે, અમે ટ્રેનમાં બેઠા હતા અને અચાનક પથ્થરો ટ્રેન સાથે અથડાવવાનો જોરથી અવાજ આવવા લાગ્યો હતો. અંધારું હતું એટલે પથ્થર કોણ મારી રહ્યું હતું તે દેખાયું નથી. જે સમયે આ ઘટના બની ત્યારે સિગ્નલ ન હોવાના કારણે ટ્રેન ધીમી પડી હતી. મુસાફરોએ ફરિયાદ કરતા નંદુરબાર રેલવે સ્ટેશન પર ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આવી ગયા હતા અને ઘટનાની ગંભીરતા પારખી તેમણે તપાસ શરૂ કરી હતી. નોંધનીય છે કે, જે વિસ્તારમાં ઘટના બની છે ત્યાં આવી ટીખળખોરોની પથ્થરમારાની ઘટના છાશવારે બનતી હોય છે. ત્યારે હવે આવા અસામાજિક તત્વો વધુ કોઈ ઘટનાને અંજામ આપે એ પહેલા યોગ્ય કાર્યવાહી થાય એ જરૂરી બન્યું છે.

તમે આ પણ વાંચી શકો છો:

New Election Commissioner: PM મોદીના નેતૃત્વમાં કમિટીની બેઠક યોજાશે

તમે આ પણ વાંચી શકો છો:

Congress Politics: સિદ્ધારમૈયા સરકાર ભાજપ વિરુદ્ધ દિલ્હી પહોંચી

SHARE

Related stories

The Entire Education Campaign : સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. 45.20 કરોડના ખર્ચે 19 પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત : INDIA NEWS GUJARAT

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ...

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Latest stories