HomeGujarat'Surat To Ayodhya' Special Train : 'જય શ્રીરામ'ના નારા સાથે ટ્રેન રવાના,...

‘Surat To Ayodhya’ Special Train : ‘જય શ્રીરામ’ના નારા સાથે ટ્રેન રવાના, સુરતથી અયોધ્યા આસ્થા સ્પેશ્યિલ ટ્રેનનું ફ્લેગ ઓફ – India News Gujarat

Date:

‘Surat To Ayodhya’ Special Train : 1400 યાત્રીઓ ભગવાન શ્રીરામના દર્શનાર્થે રવાના. સુરતથી 13 ફેબ્રુઆરી વધુ એક ટ્રેન રવાના થશે.

1400 જેટલા રામ ભક્તો એક સાથે આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં રવાના

અયોધ્યા ખાતે ઘણા વર્ષોની રાહ જોયા બાદ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થઈ ગયો છે. હવે ધીરે ધીરે દેશભરમાંથી લોકો ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે અયોધ્યા પહોંચી રહ્યા છે. સુરતથી 1400 જેટલા રામ ભક્તો એક સાથે આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં રવાના થયા હતા. આ ટ્રેનને કેન્દ્રીય રાજ્યકક્ષાના રેલવે મંત્રી દર્શના જરદોશે લીલી ઝંડી આપી હતી.

‘Surat To Ayodhya’ Special Train : સુરતથી પહેલી ટ્રેનથી ભક્તો રવાના થયા

ભગવાન રામલલ્લાના દર્શન માટે સુરતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ ખૂબ મોટી સંખ્યામાં રામ ભક્તો અયોધ્યા ખાતે પહોંચી રહ્યા છે. રામ ભક્તો, કાર સેવક તથા સંઘ પરિવારની સંસ્થાઓના સહયોગથી રામ પ્રતિષ્ઠા સંસ્થાના સમન્વયથી સુરતથી પહેલી ટ્રેનથી ભક્તો રવાના થયા છે. રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં ટ્રેન મારફત સુરતનો પહેલો 1400 જેટલા રામભક્તોનો જથ્થો વિશેષ આસ્થા ટ્રેન મારફત રવાના થયો છે અને આ સમયે સમગ્ર રેલ્વે સ્ટેસન જય શ્રી રામના નારા થી ગુંજી ઉઠ્યું હતું.

13 ફેબ્રુઆરીના દિવસે ઉધના રેલ્વે સ્ટેશન ખાતેથી રામ ભક્તો માટે બીજી ટ્રેનની વ્યવસ્થા

વિશેષ ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરાયા બાદ કેન્દ્રીય રાજ્યકક્ષાના રેલવે મંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે, આજે તમામની આસ્થા પૂરી થઈ રહી છે. ભગવાન રામલલ્લાના દર્શન કરવા માટે સૌ કોઈ હિન્દુઓ આતુર થયા છે. અહીંથી નીકળેલા તમામ રામ ભક્તોની વ્યવસ્થા કરવામાં આવી છે. એમની રહેવા, જમવા, ખાવાની તમામ પ્રકારની સુવિધાઓ પહેલાથી સુનિશ્ચિત કરી દેવામાં આવી છે. 13 ફેબ્રુઆરીના દિવસે ઉધના રેલ્વે સ્ટેશન ખાતેથી રામ ભક્તો માટે બીજી ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે પણ 1400 જેટલા રામ ભક્તો અયોધ્યા ખાતે દર્શન કરવા જશે.

‘Surat To Ayodhya’ Special Train : સૌકોઈ સારી રીતે પોતાના આરાધ્ય દેવ શ્રીરામના દર્શન કરે એ પ્રકારની તૈયારી

રામભક્તોને અયોધ્યા ખાતે પહોંચીને શ્રી રામલલ્લાના દર્શન પ્રાપ્ત થાય એમાટે આયોજનબધ રીતે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. અને તમામ વિસ્તારો માંથી આવતા રામ ભક્તો ને અયોધ્યા પહોંચ્યા બાદ કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. એવું આયોજન કરવાથી લઈને સૌકોઈ સારી રીતે પોતાના આરાધ્ય દેવ શ્રીરામના દર્શન કરે એ પ્રકારની તૈયારી કરાય છે.

તમે આ પણ વાંચી શકો છો:

New Election Commissioner: PM મોદીના નેતૃત્વમાં કમિટીની બેઠક યોજાશે

તમે આ પણ વાંચી શકો છો:

Congress Politics: સિદ્ધારમૈયા સરકાર ભાજપ વિરુદ્ધ દિલ્હી પહોંચી

SHARE

Related stories

Latest stories