Terror Of Robbers : લુંટ ચલાવી ભાગતા CCTV કેમેરામાં કેદ થઈ સમગ્ર ઘટના. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી.
4.40 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા
ડાયમંડ સિટી સુરતમાં ચોરી અને લૂંટના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે વધુ એક લૂંટનો બનાવ સામે આવ્યો છે. જેમાં ઉમરા વિસ્તારમાં બાઈક પર આવેલા લૂંટારૂઓ 4.40 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે. બીજી તરફ આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
યુવકના હાથમાંથી રોકડ રકમથી ભરેલી બેગ લઈને પલાયન
પોલીસ કમિશ્નર વગર ચાલતો સુરત પોલીસ વિભાગની કામગીરી સામે વધુ એક ગંભીર ઘટના નોંધાય છે. સુરત જિલ્લાના ઉમરા વિસ્તારમાં ડુમસ રોડ વાય જંક્શન પર મોંઢા પર માસ્ક બાંધીને બાઈક પર આવેલા. લૂંટારૂઓ 4.40 લાખની લૂંટ ચલાવી રફૂચક્કર થઈ ગયા છે. જેના સીસીટીવી ફૂટજે પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, લૂંટારૂઓ એક યુવકના હાથમાંથી રોકડ રકમથી ભરેલી બેગ લઈને પલાયન થઈ જાય છે. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
Terror Of Robbers : શહેરમાં બનતી લુંટ ચીલઝડપ સહિતની ઘટનામાં ઉત્તરોઉત્તર વધારો
સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારૂઓને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. ત્યારે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે. પોલીસ દ્વારા કડક કાર્યવાહી અને ચુસ્ત બંદોબસ્તની મોટી ઓટી વાતો કરવામાં આવે છે. અને સાથેજ જ્યારે વ્યાપાર વાણિજ્ય માટે સુરત જાણીતું છે. એવા શહેરમાં બનતી લુંટ ચીલઝડપ સહિતની ઘટનામાં ઉત્તરોઉત્તર વધારો નોંધાતા સ્થાનિક લોકોમાં ભી વ્યાપ્ત થયો છે. અને પોલીસ વિભાગ આવી બનતી ઘટના રોકવામાં નિષ્ફળ રહ્યું હોવાનું લોકોમાં ચર્ચાય રહ્યું છે. એવા સમયે સુરત શહેરને યોગ્ય પોલીસ કમિશ્નર મળે તો કદાચ આવા અપરાધો અને અપ્રાધિઓ પર પોલીસ અંકુસ લાવી શકે છે.
તમે આ પણ વાંચી શકો છો:
New Election Commissioner: PM મોદીના નેતૃત્વમાં કમિટીની બેઠક યોજાશે
તમે આ પણ વાંચી શકો છો:
Congress Politics: સિદ્ધારમૈયા સરકાર ભાજપ વિરુદ્ધ દિલ્હી પહોંચી