HomeGujaratમુંબઈમાં મોડેલિંગમાં કરતી Ashra patel ઝંપલાવ્યું ચૂંટણીમાં

મુંબઈમાં મોડેલિંગમાં કરતી Ashra patel ઝંપલાવ્યું ચૂંટણીમાં

Date:

 

મુંબઈમાં મોડેલિંગમાં કરતી Ashra patel ઝંપલાવ્યું ચૂંટણીમાં

છોટા ઉદેપુર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ત્યારે અવનવી વાતો બહાર આવી રહી છે. જાણવા મળ્યા મુજબ મુંબઈની મોડેલ પણ વતનમાં સરપંચના પદ માટે ચૂંટણી લડવાનો નિર્ધાર કરીને ચૂંટણી મેદાનમાં ઉતરી છે. છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાનાં કાવીઠા ગામમાં પહેલીવાર સરપંચપદ માટે બેઠક આવી છે ત્યારે ચાર ચાર મહિલાઓએ ઉમેદવારી કરી છે. જેમાં કાવીઠા ગામની અને મુંબઈમાં મોડેલિંગમેં કરતી Ashra patel પણ સરપંચ પદ માટે ઉમેદવારી કરી છે. Ashra patel

100 કરતાં પણ ઊંચી બ્રાન્ડ્સને પ્રમોટ કરી ચૂકેલી Ashra patel

એશ્રા પટેલ વર્ષોથી મોડેલિંગ કરે છે અને લગભગ 100 કરતાં પણ ઊંચી બ્રાન્ડ્સને પ્રમોટ કરી છે. એશ્રા પટેલે પૉડ્સ, પૅટિન, પ્રોવોગ,એશિયન પેઇંટ્સ, રેમંડ શૂટિંગ્સ, શાહરુખખાન સાથે ફેર એન્ડ હેન્ડસમ, લેક્મ, જેટ એરવેઝ, પીઝા હટ, નોવોટેલ હોટેલ્સ, પુમા અને અમિતાભ બચ્ચન સાથે કેન્સર અવેરનેસ માટે મોડેલિંગ કર્યું છે. આમ કહી શકાય કે મુંબઈની મોડેલ કઈ નાની અમથી વ્યક્તિ નથી પણ અનેક મોટી બ્રાન્ડ જોડે કામ કરેલ છે અને છતા આ ગામના લોકો અને આ ગામનો વિકાસ તેમના માટે પ્રાધાન્ય છે.

સ્ત્રી સશક્તિકરણને મળશે વેગ

સ્ત્રી સશક્તિકરણ, બેટી બચાવો બેટી પઢાવો, મારી દિકરી મારું અભિમાન જેવા અનેક સ્લોગનો આપણે જોઈ ચુક્યા છે. ત્યારે જો આવી કોઈ ભણેલી ગણેલી વ્યક્તિ સમાજ સાથે જોડાઈ જો ચુંટણીમાં જીતે છે અને લોકજાગૃતિ, વિકાસ, સારૂં ભણતર, સાફ-સફાઈ અને બીજા અનેક સમાજને લગતા મુદ્દાઓને ધ્યાનમાં રાખી આગળ વધે છે તો ન માત્ર એક ગામ પણ સાથે સાથે સ્થાનિક લોકોની સમજ, માન્યતાઓમાં પણ મોટો બદલાવ આવી શકે છે અને તેના થકી એક મોટું પરિવર્તન જોવા મળી શકે છે.

મોડલ બનશે નેતા

અત્યારે ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં દસહજારથી વધુ ગામમાં ગ્રામપંચાયતોની ચૂંટણી આવી રહી છે અને આવનાર વર્ષમાં વિધાનસભાની પણ ચૂંટણી આવી રહી છે ત્યારે શિક્ષીત, સમજદાર વર્ગ આગળ આવે અને જાહેરજીવનમાં એક મહત્વનો ભાગ ભજવી વિકાસની એક સાચી દિશા સૂચવે તે ખુબ જ જરૂરી છે. હાલ તો આ ચાર મહિલા ઉમેદવારોમાંથી કોના પર પ્રજાની પસંદગીનો કળશ ઢોળાય છે તે જોવું રહ્યું

SHARE

Related stories

Latest stories