HomeIndiaSoniya Gandhiએ વિપક્ષી દળોની બોલાવી બેઠક 

Soniya Gandhiએ વિપક્ષી દળોની બોલાવી બેઠક 

Date:

Soniya Gandhiએ વિપક્ષી દળોની બોલાવી બેઠક – 

સંસદના શિયાળુ સત્રમાં રાજ્યસભાના 12 સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવાના મામલે વિપક્ષી સાંસદો દ્વારા સંસદના પરિસરમાં આવેલા મહાત્મા ગાંધીના સ્ટેચ્યૂ નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. દરમિયાનમાં કોંગ્રેસના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષા Soniya Gandhiએ વિપક્ષી દળોની બેઠક બોલાવી છે. આ બેઠક અનેક રાજકીય માપદંડોને લઈ મહત્વની માનવામાં આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી શાંત જોવા મળતા Soniya Gandhi પણ જેમ જેમ 2022 નજીક આવી રહી છે તેમ તેમ આક્રમક મુડમાં કોંગ્રેસને લઈ જોવા મળી રહ્યા છે.- Soniya Gandhi

12 સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવાના મામલે વિરોધ

Soniya Gandhi- 12 સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવાના મામલે વિરોધ અટકવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે આ વિરોધથી વિપક્ષ શું ઉકાળે છે તે તો આવનારો સમય જ બતાવશે. સંસદમાં અનેક બિલ સામાન્ય જનતા માટે પાસ થવાથી લઈ દેશના અનેક મુદ્દાઓ પર ચર્ચા પ્રાથમિક ધોરણે હોવું જરૂરી છે પણ તેનાથી બિલકુલ વિપરીત સ્થિતી આપણે અનેક વાર જોઈ ચુક્યા છે અને આવી સ્થિતીમાં સમયનો બગાડ ખૂબ જ મોટા પ્રમાણમાં થતો જોવા મળી રહ્યો હોય છે. ત્યારે પક્ષ હોય કે વિપક્ષ, આ તમામ પક્ષના સાંસદોએ સમજવું ખુબ જ જરૂરી છે. જો નહી સમજે તો દેશના 135 કરોડ લોકોના વિશ્વાસ અને સમય પણ પાણી ફરી જશે તેમાં કોઈ બેમત નથી. Soniya Gandhi

તીન તીગડા કામ બીગડા

કોંગ્રેસના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષા Soniya Gandhiએ વિપક્ષી દળોની બેઠક બોલાવી છે પણ અત્યારે તો વિપક્ષમાં પણ અનેક પક્ષો વચ્ચે મનમેળ નથી જોવા મળી રહ્યો તેનું તાજુ ઉદાહરણ આપણે થોડા દિવસ પહેલા મહારાષ્ટ્ર સરકારમાં જોયું. જેમાં મોંઘવારીને લઈને કોંગ્રેસ હડતાલ તથા આંદોલનો કરવા માંગતી હતી પણ શિવસેના તથા NCP રાજી ન થતાં સમગ્ર પ્લાનિંગ પર પથારી ફેરવાઈ ગઈ અને ભાજપ પણ ગેલમાં આવી ગઈ હતી. ત્યારે સોનિયા ગાંધીના વિચારના સમર્થનમાં ક્યો ક્યો પક્ષ સાથે સંકળાય છે અને કોને વાંકુ પડે છે તે જોવું રહ્યું.

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Latest stories