Demand To Appoint Police Commissioner : ગૃહમંત્રીના શહેર માંજ પોલીસ કમિશનર નથી. કમિશ્નર વગર ગુનેગારોને ખુલ્લુ મેદાન.
દસ દિવસથી કમિશનરની પોસ્ટ ખાલી
સુરતના પોલીસ કમિશનર ની નિવૃતિ પછી છેલ્લા દસ દિવસથી કમિશનરની પોસ્ટ ખાલી છે. અને નવા કમિશનર ની નિમણૂક થઈ નથી. ત્યારે હવે કોંગ્રેસ દ્વારા સરકારને પત્ર લખીને નવા કમિશનરની નિમણૂક કરવાની માંગ કરાય છે. અને સરકાર આટલા દિવસથી નિમણૂક કરવામાં નિષ્ફળ રહી હોવાના આરોપો લગાવાય રહ્યા છે.
કમિશનર અને રેન્જ આઇજીની નિમણૂક કરવામાં સરકાર આગોતરું આયોજન કરવામાં નિષ્ફળ
સુરતમાં 70 લાખથી વધુની વસ્તી ધરાવતા શહેરમાં છેલ્લા દસ દિવસથી વધુ સમયથી કાયદો અને વ્યવસ્થા સંભાળનાર પોલીસ કમિશનર જ નથી રહ્યા. વયમર્યાદાને લઇ અજય કુમાર તોમરની નિવૃત્તિ બાદ સરકારે કે ગૃહ વિભાગે નવા પોલીસ કમિશનરની જાહેરાત કરી નથી. આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી દક્ષિણ ગુજરાતના આઈજીની પણ જગ્યા ખાલી રહી છે. અને ત્યાં પણ ઇન્ચાર્જથી કારભાર ચલાવાઇ રહ્યો છે. જેને લઇ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે સુરત શહેર કમિશનર. અને રેન્જ આઇજીની તાત્કાલિક નિમણૂક કરવા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. આ સાથે તેમને જણાવ્યું છે કે, કમિશનર અને રેન્જ આઇજીની નિમણૂક કરવામાં સરકાર આગોતરું આયોજન કરવામાં નિષ્ફળ નીકળી છે. સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે, સુરતનું સમગ્ર પોલીસ વિભાગ વગર પોલીસ કમિશનરે ચાલી રહ્યું છે.
Demand To Appoint Police Commissioner : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત
પોલીસ કમિશનર અજયકુમાર તોમારની 31 જાન્યુઆરીએ વય નિવૃત્તિ થયા બાદ આજ દિન સુધી નવા કમિશનરની જાહેરાત કરાઈ નથી. જેને લઇ શહેરનો કાયદો વ્યવસ્થા પર મોટી અસર પડી રહી છે. કયા કારણોસર સરકાર આ પોસ્ટ પર તાત્કાલિક નિમણૂકની જાહેરાત કરતી નથી. તેનું કોઈ કારણ જાણી શકતું નથી ત્યારે જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં અમદાવાદ પછી સૌથી વધુ વિકસિત ગણાતું સુરત. હાલમાં અનઓફિશિયલી ઇન્ચાર્જ પોલીસ કમિશનરના હવાલે છે. આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી દક્ષિણ ગુજરાત રેજીની પોસ્ટ પણ સુરતના જોઈન્ટ પોલીસ કમિશનર વાબાંગ ઝમીરના ઇન્ચાર્જથી ચાલી રહી છે. જેથી સુરત શહેર પોલીસ કમિશનર અને સુરત રેન્જ આઈજીની કાયમી નિમણૂક કરવાની માગ સાથે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી છે.
Demand To Appoint Police Commissioner : સાયબર ક્રાઇમથી લઇ ગંભીર પ્રકારના ગુનાઓ વધી રહ્યા
પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર. સુરત શહેરમાં દિન-પ્રતિદિન સાયબર ક્રાઇમથી લઇ ગંભીર પ્રકારના ગુનાઓ વધી રહ્યા છે. ત્યારે ઇન્ચાર્જ પોલીસ કમિશનરથી સુરતનું ગાડું ચલાવવું એ માત્ર સુરત માટે જ નહીં. રાજ્ય સરકાર માટે પણ ઉચિત નથી. પોલીસ કમિશનર કે રેન્જ આઈજી જેવી પોસ્ટ ખાલી થવાની હોય તે સરકારને અગાઉથી જ માહિતી હોય જ છે. ત્યારે પોસ્ટ ખાલી થતાની સાથે જ સરકારે નવા અધિકારીની જાહેરાત કરી દેવી જોઈએ પરંતુ. સરકારના આગોતરા આયોજનના અભાવને કારણે સુરત શહેરની અને દક્ષિણ ગુજરાતની પ્રજાએ સહન કરવાનું વારો આવ્યો છે. જેને લઇ સરકાર આગોતરા આયોજન કરવામાં સદંતર નિષ્ફળ નીકળી છે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: