Surat Attendance Scam: સુરત મનપા વિભાગમાં આવેલ ઉધના સાઉથ ઝોનના લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીમાં સ્લેપ પડવાથી મજૂરના મોતનો મામલો હજુ શાંત થયો નથી ત્યાં તો લાંચિયા કર્મચારીની કરતૂત બહાર આવી છે જેમાં પૈસા લઈને ગેરહાજર કર્મચારીની હાજરી પૂરવાની હકીકત સામે આવીરહી છે.
Surat Attendance Scam: નોકરી પર નહીં આવશો તો પણ પુરાઈ જશે હાજરી
કોઈક ને કોઈક કારણસર વિવાદોમાં રહેતી સુરત મહાનગર પાલિકાનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. સુરતના ઉધના સાઉથ ઝોન વિસ્તારમાં લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીમાં મજૂર સલેપ નીચે દબાઈને મૃત્યુ પામવાની ઘટનાને હજુ ત્રણ દિવસ થયા છે ત્યારે વધુ એક ઉધના સાઉથ ઝોન વિસ્તારમાં કર્મચારીઓ નોકરી પર ગેરહાજર હતો તો પણ એક SSI દ્વારા હાજરી પૂરવા માટે પૈસા લેતો વીડિયો વાયરલ થયો હોવાનું બહાર આવ્યું હતું. અનુમાન પ્રમાણે વાયરલ વીડિયો ઉધના ઝોન બી નો કુંદન નામક SSI કચેરીમાં નહિ આવતા કર્મચારીઓ પાસે હાજરી પૂરવા માટે રૂપિયા ૫૦૦ ની લાંચ લેતો કેમેરામાં કેદ થયો હતો.
આ વાયરલ વીડિયોની હમારી ચેનલ પુષ્ટિ નથી કરતી પરંતુ સમગ્ર હકીકત સાચી બહાર આવે તો મનપા કમિશનર અને સાઉથ ઝોન બી ના ડેપ્યુટી મ્યુંસિપલ કમિશનર ગજજર મેડમ કોઈ કડક કાર્યવાહી કરશે ખરા ? શું આ રીતેજ કર્મચારીઓ પૈસા આપી ફરજમાં બેદરકારીનો દૌર યથાવત રહશે તે આગામી દિવસોમાં જોવાનું રહ્યુ. હાલ આ સમગ્ર મામલે વિડીયો સામે આવ્યો છે અને જેમાં કર્મચારી પાસે પાંચ સો રૂપિયા લેતો SSI સ્પસ્ટ રીતે દેખાઈ રહ્યો છે અને કર્મચારીને હાજરી પૂરવા માટે લાંચ લેતા હોવાની પુષ્ટિ થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. જોકે ઈન્ડિયા ન્યૂઝ ગુજરાત આ વિડીયો ની પુસ્તી નથી કરતું વધુ તપાસ એસએમસી દ્વારા કરવામાં આવે તો સમગ્ર હાજરી કોભાંડ બહાર આવી શકે એમ છે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: