Another Incident Of Dog Attack: સુરત શહેરમાં સ્વનનો કહેર યથાવત હોવાનું સામે આવ્યું છે ત્યારે હવે તો સ્વાન પકડનાર કર્મચારીઓ પણ શ્વાનના કરડવાનો ભોગ બનતા લોકોમાં કુતૂહલતા સર્જાય હતી. ડોગ રેશક્યું ટીમના સભ્યને શ્વાન બચકું ભરતા ઈંજેક્સન મુકાવવા હોસ્પિટલ દોડવું પડ્યું હતું.
Another Incident Of Dog Attack: શ્વાનને પીંજરામાં કાઢવા જતા એક શ્વાને બચકું ભર્યું
વાત જાણે એમ હતી કે સુરતમાં ઘણા સમયથી શ્વાન કરડવાથી કેટલાક લોકોના મોત થયા છે અને કેટલાક લોકો ઈન્જેકશનનો પણ લેવા મજબૂર થયા છે. જેથી મનપા દ્વારા આવા શ્વાનને ઝડપી ખશી કરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેના માટે શહેર ભરમાં ટીમો ઊભી કરી કામગીરી પુર જોશમાં ચાલુ કરવામાં આવ્યું હતું. સમગ્ર શહેરમાં પકડેલા શ્વાનોને ભેસ્તાન ખાતે બનાવેલ સેન્ટર પર લાવી ખસીકરણ કરવામાં આવતું હતું. પરંતુ આજરોજ ભેસ્તાન સેન્ટર ખાતે ફરજ બજાવતા અનિલ પરીયા નામક કર્મચારીને શ્વાનને પકડી ભેસ્તાન ખાતે મૂકવા આવેલ અને શ્વાન ગાડીમાં આવેલ પાંજરા માંથી શ્વાનને કાઢતા શ્વાને બચકું ભરી લીધું હતું. જેથી ત્યાં હાજર તમામ સ્ટાફના કર્મીઓમાં કુતૂહલતા જોવા મળી હતી હાજર સ્ટાફે અનિલ નામક કર્મચારીને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. સમગ્ર વાત વાયુ વેગે શહેરમાં પ્રસરતા શહેરીજનો જો મનપાના કર્મચારીઓ આવા શ્વાનના ભોગ બને તો પ્રજાજનો કોના ભરોશે જેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું.
શ્વાન પોતાના સ્વભાવ ને કારણે દરેક જગ્યાએ જાણતું છે. કારણ કે હરકોઈ જાણે છે કે શ્વાન બચકું ભરવાની આદત ધરાવે છે ત્યારે એનાથી બચવું ખૂબ મુશ્કિલ હોય છે કારણે કે રખડતાં શ્વાન ક્યારે હુમલો કરી બેશે એ કહી શકતું નથી માટે બુદ્ધિશાળી કહેવાતી માનવ જાતિ એનાથી બચવામાં નિષ્ફળ રહી હોય એવું હાલના તબક્કે દેખાઈ રહ્યું છે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: