New Chancellor For Narmad University: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વર્તમાન કુલપતિ કે.એન.ચાવડાની ટર્મ પહેલી મે ૨૦૨૪ના રોજ પૂરી થશે. હવે તેમની ટર્મ પૂરી થાય તે પહેલાં નવા કુલપતિની શોધ માટે નવા ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ મુજબ ત્રણ સભ્યોની કમિટી બનાવી કુલપતિની શોધ શરૂ કરવામાં આવી છે.
કુલપતિની ટર્મ પૂર્ણ થતી હોય યુનિવર્સિટી સર્ચ કમિટીની રચના
સુરત સ્થિત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ આવતી 1 મે ના રોજ નિવૃત થશે. કુલપતિની નિવૃતિ પહેલા નવા કુલપતિની શોધ માટે સર્ચ કમિટીની નિમણૂક કરવામાં આવી છે. કુલપતિ ની પોસ્ટ માટે યોગ્યતાની વાત કરીએ તો એ માટે ૧૦ વર્ષનો પ્રોફેસર તરીકેનો અનુભવ, ૧૦ વર્ષનો સંશોધક તરીકેનો અનુભવ અને ૬૫ વર્ષથી ઓછી વય ધરાવતા હોય તેવા શિક્ષણવિદ્દોને અરજી કરવા માટે જણાવવામાં આવ્યું છે. આ તમામ પ્રક્રિયા રાજ્યની ૧૧ જેટલી સરકારી યુનિવર્સિટીઓમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ અંતર્ગત સર્ચ કમિટી બનાવવામાં આવી છે. જેમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અને રાજ્ય સરકારના બે સભ્યોમાં ફોરેન્સિક યુનિવર્સિટીના પ્રો.પાઠક અને અમદાવાદ યુનિવર્સિટીના નિરજા ગુપ્તા સહિત કુલ ત્રણ સભ્યોની સર્ચ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી દ્વારા કુલપતિ બનવા ઇચ્છુક શિક્ષણવિદ્દો પાસેથી બાયોડેટા મંગાવવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે.
New Chancellor For Narmad University: કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડાની ટર્મ 1 મેના રોજ પૂરી
લાયકાત ધરાવતા શિક્ષણવિદ્દો આગામી ૭મી માર્ચ ૨૦૨૪ સુધી બાયોડેટા સાથે અરજી કરી શકશે. કુલપતિ માટે બાયોડેટા મંગાવતા જ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બનવા માટે લોબિંગ શરૂ કરી દીધું છે. બીજી તરફ વર્તમાન કુલપતિ કે.એન. ચાવડાની આગામી પહેલી મેના રોજ ટર્મ પૂરી થઈ રહી છે. ત્યારે તેમણે પણ વીતેલા ત્રણ વર્ષમાં વિદેશી ભાષાના સર્ટિફિકેટ અભ્યાસક્રમ શરૂ કરવાથી માંડીને રામોત્સવનું ભવ્ય આયોજન, ન્યૂ એજ્યુકેશન પોલિસીનો અમલ, એકેડેમિક બેંક ક્રેડિટમાં પ્રથમ ક્રમ, ઓન ડિમાન્ડ પરીક્ષા, જૂનથી જૂનના સત્રમાં પ્રવેશ નહીં મળ્યો હોય તેવા વિદ્યાર્થીઓ માટે ડબલ એન્ટ્રી સિસ્ટમ, સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝને ભારતીય જ્ઞાન પ્રણાલીના કેન્દ્ર તરીકે સ્થાપ્યું છે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: