Online Gambling Fraud: સુરત પોલીસે રાજ્ય વ્યાપી સટ્ટાકાંડનો પર્દાફાશ કર્યો છે. ક્રિકેટ, ટેનિસ સહિત વિવિધ ઓનલાઈન ગેમ પર સટ્ટો રમાડતા તેમજ સટ્ટાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે. હવે પોલીસ આ ગોરખધંધામાં અન્ય કોણકોણ સામેલ છે એની તપાસ શરૂ કરી છે.
ઇન્ટરનેશનલ ગેમો પર સટ્ટા બેટીંગનો જુગાર રમાડતા
પોલીસે રાજ્ય વ્યાપી સટ્ટાકાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં વેસુમાંથી કુલ ત્રણ બુકીને પકડ્યા છે. સુરતનો સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર આ સટ્ટાકાંડનો માસ્ટર માઈન્ડ હોવાનો ઘટસ્ફોટ થયો છે. ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમોએ વેસુ વી.આઇ.પી.રોડ, ઉપર આવેલા ‘પાનવાડી પાન સેન્ટર’ નામની દુકાનમાં ગજાનંદ ઉર્ફે ગજુ ટેલર નામનો ઇસમ તેના મળતીયા માણસો મારફતે મોબાઇલ ફોનમાં ઓનલાઇન વેબસાઇટ ઉપર ઇન્ટરનેશનલ ગેમો જેવી કે, ક્રિકેટ, કસીનો, ટેનિસ, ફૂટબોલ, હોકી, કબડ્ડીની લાઇવ ગેમ ઉપર સટ્ટો રમાડતા હોવાની બાતમી મળી હતી. આ સટ્ટોમાં સહ આરોપીઓ ચીનાંશુ ગોઠી તથા હીરલ દેસાઇ ને ઓનલાઇન ગેમની વેબસાઇટ સંભાળવા માટે પગાર આપતો હતો અને કમિશન પર રાખતો. જેમા અલગ અલગ ગ્રાહકોને તેઓ યુઝર આઇ.ડી. અને પાસવર્ડ બનાવી આપીને Vmgs365.co નામની વેબસાઇટ ઉપર સટ્ટો રમાડવામાં આવતું હતું.
Online Gambling Fraud: કુલ ત્રણ આરોપીઓની ધરપકડ
બાતમીને આધારે ક્રાઇમ બ્રાંચના પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને પોલીસ ટીમે છાપો મારી 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં ગજાનંદ ઉર્ફે ગજુ જશંતભાઇ ટેલર, ચીનાંશુ ઉર્ફે ચીન્ટુ ભાઇજી કીરીટભાઇ ગોઠી, હીરલ ઉર્ફે જીગ્નેશ પ્રફુલભાઇ દેસાઇ, નાઓને ઝડપી પાડેલ છે.
આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૫ કિં.રૂ!. ૪,૩૦,૦૦૦/- ની મત્તાના મળી આવ્યા હતા, જે મોબાઇલ ફોન ચેક કરતા Vmgs365.co નામની વેબસાઇટ મળી આવી હતી. આ વેબ સાઇટ બાબતે મજકુર આરોપીઓની ઝીણવટભરી રીતે પુછપરછ કરતા પકડાયેલા આરોપીઓ પૈકી આરોપી ગજાનંદ ઉર્ફે ગજુ ટેલરે અજાણ્યા ઇસમ પાસેથી સીમકાર્ડ ખરીદી લોકો સાથે ઠગાઇ કરવાના ઇરાદે આ સીમકાર્ડ હાર જીતના જુગારની અલગ અલગ ઓનલાઇન ગેમો રમાડવા માટે ઉપયોગ કરતા હતા. પોલીસે પકડાયેલા ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ ઇ.પી.કો. કલમ-૪૨૦ તથા જુગાર ધારા કલમ- ૪,૫ મુજબનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: