One More Fire Incident In Surat: સુરતના હજીરા વિસ્તારમાં એકાએક આગ ભભૂકી હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાની જાણ થતાં તરતજ ફાયર સ્ટેશનની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
One More Fire Incident In Surat: પાલનપુર અડાજણ મોરાભાગલની ફાયર ટિમ ઘટના સ્થળે
સુરતના ઇચ્છાપૂર ખાતે આવેલી આરજેડી ટેક્સટાઇલ પાર્કમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી. ચાર માળની આ ફેક્ટરીમાં જોતજોતામાં આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી. ચોથા માળમાં લાગેલી આ ત્રીજા માળ પર પણ પ્રસરી ગઈ હતી. આગના દ્રશ્યો એટલા ભયાનક હતી કે આસપાસના લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો. આગની જ્વાળાઓ બહાર સુધી દેખાતી હતી. ચોથા માળ બાદ ત્રીજા માળમાં પણ આગ ખૂબ જ ઝડપથી ઘસી ગઈ હતી. આગની આ ઘટનમાં સ્થળપર પહોંચેલા ફાયર અધિકારીએ આગને કાબૂ કરવા તમામ પ્રયાસો હાથ ધર્યા હતા. સદનસીબે કોઇપણ જાનહાનિ થઈ નથી.
ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું કે, પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હોવાની જાણ થતા જ ચાર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ છે. અડાજણ, પાલ, મોરાભાગળ ઈચ્છાપુર ગેટની ગાડીઓ દ્વારા આગ ઉપર કાબૂ મેળવવાનો શરૂ થયું છે. પ્લાસ્ટિકના દાણા હોવાને કારણે આગ ઉપર કાબૂ મેળવવું મુશ્કેલ બની જાય છે. અત્યાર સુધી કોઈપણ પ્રકારની જાનહાનિના સમાચાર મળ્યા નથી. હજી પણ આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલુ છે. જે મોદી રાત સુધી મહા મુંશીબતે આગ પર કાબૂ મેળવાયો હતો.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: