HomeGujaratHonesty Of Garbage Cleaners: સફાઇ કર્મચારીને સોનાના ઘરેણા ભરેલું બોક્સ મળ્યું, બોક્સ...

Honesty Of Garbage Cleaners: સફાઇ કર્મચારીને સોનાના ઘરેણા ભરેલું બોક્સ મળ્યું, બોક્સ મળતા પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યું – INDIA NEWS GUJARAT

Date:

Honesty Of Garbage Cleaners: સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી ટીમની ઉત્કૃષ્ટ કામગીરીને કારણે દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેર પ્રથમ ક્રમ મેળવ્યો છે. પરંતુ, માત્ર તેમની ફરજ પૂરતા પ્રમાણિક ન રહેતા તેમને મળેલા સોનાના દાગીના ભરેલો બોક્સ પણ તેઓએ પ્રમાણિકતાપૂર્ણ તે વિસ્તારના અધિકારીને જાણ કરીને મૂળ માલિકને શોધવા પ્રયાસ કર્યો હતો. પરંતુ માલિક ન મળતા, પોલીસને આ તમામ દાગીના જમા કરાયા હતા.

ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી ટીમની ઉત્કૃષ્ટ કામગીરી

ઈસ્ટ ઝોન-એ વરાછામાં પુણા ગામના વિસ્તારમાં ડોર ટૂ ડોર ગાર્બેજ કલેક્શન કરે છે. ડ્યુટી દરમિયાન વાહનના સ્વચ્છતા મિત્ર ગણેશ કુમાર મુરલીધર અને શીલાબેન સંજયભાઇ વાનખેડે તથા ડ્રાઇવર સલમાન શેખની ટીમને હાથમા પેહરવાના પાટલા નંગ-1, કાનમાં પેહરવાની બુટ્ટી નંગ-2 તથા ગળામા પેહરવાનો હાર નંગ-1નું ભરેલ બોક્સ ડોર ટૂ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડીમાં ગાર્બેજ સાથે મળી આવ્યા હતા. તેઓએ પુણા વોર્ડ ઓફિસના સ્ટાફને સાથે રાખી વિસ્તારમા માલિકની શોધખોળ માટે પૂછપરછ કરી પરંતુ, માલિક નહી મળતા પુણા પોલીસ સ્ટેશનમા હકીકતલક્ષી વિગત આપી જમા કરાવ્યું હતું.

Honesty Of Garbage Cleaners: મેયર સહિતની ટીમે કર્મવીરોની પ્રામાણિકતાને બીરદાવી

​​​​​​​મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું કે, સફાઈ કર્મચારીઓ પોતાને કામને ખૂબ જ નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાથી કરી છે, તે ખરેખર આવકારદાયક છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન કોઈક સોસાયટી માંથી ભૂલથી કચરામાં સોનાના ઘરેણા ભરેલો બોક્સ નાખી દીધો હોય તેવું જણાય આવ્યું છે. ગાર્બેજ કલેક્શન કરવા ગયેલી ટીમે કોઈપણ પ્રકારની લાલચ રાખ્યા વગર મૂળ માલિક સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો પરંતુ, તેઓ ન મળતા આખરે પોલીસને જમા કરાવીને પ્રમાણિકતાનો દાખલો બેસાડ્યો છે. આ ત્રણેય મિત્રોનો સુરત મહાનગરપાલિકા ખૂબ અભિનંદન કરે છે અને તેમની પ્રામાણિકતાને બિરદાવે પણ છે.

માનવતાવાદી કાર્ય બદલ સુરત મહાનગર પાલિકા મેયર ઓફિસ ખાતે મેયર દક્ષેશભાઇ માવાણી, ડે.મેયર ડો.નરેન્દ્રભાઈ પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજનભાઈ પટેલ, નેતા શાસક પક્ષ શશીબેન ત્રિપાઠી, આરોગ્ય સમિતિ અધ્યક્ષા નેન્સીબેન શાહ, કોર્પોરેટર વિપુલભાઇ મોવલિયા, કોર્પોરેટર ધનશ્યામભાઇ મકવાણા દ્વારા કર્તવ્યવીરોને સન્માનિત કરવામા આવ્યા હતા.

તમે આ પણ વાંચી શકો છો:

Kalki Koechlin Kid : કલ્કિ કોચલીને તેની ગર્ભાવસ્થાની વાત શેર કરી, સારા અને ખરાબ અનુભવો શેર કરતા કહ્યું…

તમે આ પણ વાંચી શકો છો:

Alia Bhatt Is Insecure of Ranbir Kapoor’s Bond with Triptii Dimri : શું આલિયા ભટ્ટ રણબીર કપૂરની તૃપ્તિ ડિમરી સાથેની નિકટતા વિશે અસુરક્ષિત છે? આ વાયરલ પોસ્ટ પર નેટીઝન્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે

SHARE

Related stories

Latest stories