Builder Beats Laborer In Public: ટેક્સટાઈલ માર્કેટમાં પાર્સલ ઉઠાવવા મુદ્દે બબાલ થતાં શ્રમિકને જાહેરમાં ઢોર માર મરાયો હોવાનો વિડીયો વાયરલ થયો છે. ભૂલ ગમે તેની હોય આવી રીતે એક મજૂર પર મેનેજર અને એના મળતીયા એવી રીતે તૂટી પડ્યા જાણે કોઈ આંતકવાદી પકડાયો હોય અને દેશપ્રેમ સાબિત કરતા હોય. હવે આ વીડિયો જોયા બાદ પોલીસ અને ગૃહ રાજ્યમંત્રી શુ પગલાં લે છે એ એક પ્રશ્ન છે.
Builder Beats Laborer In Public: જાહેરમાં ગરીબને મારવામાં બિલ્ડરનો વિડીયો વાયરલ
સુરતમાં મોટી સંખ્યામાં ટેક્સટાઈલ માર્કેટ આવેલી છે. જેમાં પાર્સલ સહિતના કામો થતાં હોય છે. ત્યારે આ પાર્સલ ઉઠાવવા વાળા સાથે વેપારીને માથાકૂટ સર્જાઈ હતી. જેમાં પાર્સલ ઉઠાવનારને ઢોર માર મરાયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પરવત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સ્ટાઇલ માર્કેટના મેનેજર રાકેશ જૈન સાથે પાર્સલ વાળાઓની બબાલ થઈ હતી. જેમાં પાર્સલવાળાઓને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો. ઢીક્કા, પાટુ અને ગડદા સહિતથી માર મારવામાં આવ્યો હતો. આ માર મારવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
પ્રાથમિક વિગતો અનુસાર પાર્સલ ઉઠાવવા બાબતે બબાલ થઇ હતી. જે બાદ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, પાર્સલવાળાને દોડાવી દોડાવી મારવામાં આવે છે. સામે પાર્સલવાળા પણ હુમલો કરતા નજરે આવે છે. વાયરલ વીડિયોના આધારે પુણા પોલીસે તપાસ આરંભી છે. અને કસૂરવાર ચાર જેટલા આરોપીને ઝડપી પાડયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહીછે. જેમાં મેનેજર રાકેશ જૈન સહિતના આરોપીને પોલીસ ઝડપી પાડયા હોવાનું કહેવાઈ રહ્યું છે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: