HomeGujaratગીતા જયંતી એક પ્રેરણા - Geeta Jayanti

ગીતા જયંતી એક પ્રેરણા – Geeta Jayanti

Date:

 

ગીતા જયંતી એક પ્રેરણા – Geeta Jayanti

Geeta jayanti – જ્યારે કશું જ ન સૂજે, કશું જ ન સમજાય અને કોઈ જ રસ્તો ન બચે ત્યારે સૌથી શ્રેષ્ઠ રસ્તો એટલે ગીતા. શ્રી કૃષ્ણએ જે જ્ઞાન ગીતામાં અર્જુનને આપ્યું તે યુગો યુગો વિત્યા બાદ પણ યાદ કરવામાં આવે છે ન માત્ર એટલું જ પણ તેનાથી બોધપાઠ અને પ્રેરણા લઈ જીવનમાં સકારાત્મકતા ફેલાવી એક સાચી દિશા સામાન્ય માણસને મળે છે. Geeta jayanti

18 અધ્યાયો અને 700 શ્લોક – Geeta Jayanti

ગીતાની વિશેષતાની જો વાત કરવામાં આવે તો ગીતામાં કુલ 18 અધ્યાયો અને 700 શ્લોક છે. અનુષ્ટુપ છંદમાં ગીતાના શ્લોકોની રચના થયેલી છે. મહર્ષિ વેદવ્યાસે ગીતા નામ આપ્યું છે. જ્ઞાન, કર્મ, શ્રદ્ધા, સંયમ, નવપ્રકારની ભક્તિ, કાળકર્મ, જીવન માયા ઇશ્વર પ્રકૃતિ, જીવનને બંધન અને મોક્ષ કેવીરીતે થાય છે. તેના પર પ્રતિપાદન કરાયું છે. આશરે 5 હજાર વર્ષ પહેલાં ગીતાનું સર્જન થયેલું છે. દુનિયાભરમાં વસતા હિંદુ ધર્મ પાળતા લોકોના ઘરમાં ગ્રંથ રહેલો છે.ગીતાનો સાર માત્ર એક વાક્યમાં છે કે ફળની ઇચ્છા રાખ્યા વિના કર્મ કરવું જોઇએ. સમાજમાં અંધશ્રદ્ધાઓ ને મુક્ત બનીને સાચી શ્રદ્ધાને ધારણ કરે છે. માણસને કશું નહિ તેણે કરેલા કર્મોનું ફળ ભોગવવું પડે છે. નિરાશા હિંમત બની જાય છે.

તમામ મહાનુભવો માટે પ્રેરણા એટલે ગીતા – Geeta Jayanti

મહાત્મા ગાંધીજી પણ એવું કહેતા હતાં કે, હું શ્રીમદ્ ભગવત ગીતાજીનો અધ્યયન કરતો તો હિંમત મળતી હતી. સ્વામી વિવેકાનંદ યાત્રા કરવા નીકળ્યાં ત્યારે ગીતા સાથે રાખી. માણસને અભયત્વ પ્રાપ્ત કરવાની છે તેના જીવનમાંથી ભય દૂર થાય છે. Geeta jayanti

ભગવાન કૃષ્ણના મુખથી પ્રગટ થયેલું જ્ઞાન એટલે ગીતા – Geeta Jayanti

દિવસે કુરુક્ષેત્રમાં શ્રીકૃષ્ણ ભગવાને ગીતા જ્ઞાન આપ્યું હતું. આથી અગિયારસને ગીતા જયંતી કહેવામાં આવે છે. ભગવાન કૃષ્ણના મુખથી ગીતા જ્ઞાન પ્રગટ કર્યું. દરેક અવતારોની જયંતી ઊજવાય પણ એકમાત્ર ગ્રંથ છે જેની જયંતી ઊજવાય છે.

SHARE

Related stories

Latest stories