Young Girl Attacked In Public: સુરતના કાપોદ્રા વિસ્તારમાં ગત બપોરે બાઈક પર બે મિત્ર સાથે કોલેજથી ઘરે પરત ફરતી 19 વર્ષની યુવતીને ચાર વર્ષ જુના ફ્રેન્ડે બાઈકને લાત મારી નીચે પટક્યા બાદ તું મને ફોનમાં જવાબ આપતી નથી, તે મારી જીંદગી બગાડી નાંખી છે કહી સરેઆમ ચપ્પુના ત્રણ ઘા ઝીંક્યા હતા. બનાવને પગલે એકત્ર થયેલા લોકોએ યુવાનને પકડી કાપોદ્રા પોલીસને સોંપ્યો હતો. જયારે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયેલી યુવતીને કપાળના ભાગે ચાર ટાંકા આવ્યા હતા.
એક તરફી પ્રેમમાં પાગલ યુવકનું હિચકારું કૃત્ય
સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતી વેસુની કોલેજમાં અભ્યાસ કરે છે. ગત બપોરે તે બે મિત્રો સાથે બાઈક પર કોલેજથી ઘરે પરત ફરતી હતી. ત્યારે 1.30 વાગ્યાના અરસામાં કાપોદ્રા પાસે એક રીક્ષા તેમની બાજુમાં આવી હતી અને રીક્ષામાં પાછળની સીટ પર બેસેલા તેના ચાર વર્ષ જુના મિત્ર રોકી વસાવા એ ચાલુ રીક્ષાએ બાઈકને લાત મારતા સીમા અને તેના બે મિત્રો નીચે પટકાયા હતા. રોકીએ હાથમાં ચપ્પુ સાથે રીક્ષા માંથી ઉતરી તું મને ફોનમાં જવાબ આપતી નથી, તે મારી જીંદગી બગાડી નાંખી છે કહી કપાળના ભાગે, જમણા હાથમાં અને ગળાથી નીચેના ભાગે ત્રણ ઘા ઝોંકતા સીમાએ બચાવ કરતા તેને કપાળમાં વાગ્યું હતું. જયારે બીજા સામાન્ય ઘસરકા પડયા હતા.
Young Girl Attacked In Public: એકત્ર થયેલા લોકોએ રોકીને ઝડપી લીધો
સરેઆમ થયેલા હુમલાને લીધે એકત્ર થયેલા લોકોએ રોકીને પકડી પોલીસને જાણ કરતા કાપોદ્રા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને રોકીને ઝડપી લીધો હતો. જયારે સીમા અને તેના બે મિત્રો સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. બાદમાં તેના માતાપિતાને જાણ કરતા તેમણે સીમાને સારવાર માટે બીજી હોસ્પિટલમાં દાખલ કરતા તેને કપાળમાં ચાર ટાંકા લેવા પડયા હતા. પોલીસે સીમાની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ચાર વર્ષ અગાઉ તે રોકીના પરિચયમાં આવી હતી અને બંને વચ્ચે સોશિયલ મીડિયાથી મેસેજથી વાત થતી હતી. જોકે, તેને રોકી સાથે મિત્રતા રાખવી ન હતી એટલે તેણે એક મહિનાથી રોકીને રિસ્પોન્સ આપવાનું બંધ કરતા તેણે હુમલો કર્યો હતો. બનાવ અંગે પોલીસે સીમાની ફરિયાદના આધારે રોકી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તમે આ પણ વાંચી શકો છો:
New Election Commissioner: PM મોદીના નેતૃત્વમાં કમિટીની બેઠક યોજાશે
તમે આ પણ વાંચી શકો છો:
Congress Politics: સિદ્ધારમૈયા સરકાર ભાજપ વિરુદ્ધ દિલ્હી પહોંચી