HomeGujaratShivaling In Fishermen's Net: સમુદ્ર માંથી 100 કિલોથી વધારે વજનનું સ્ફટિકનું શિવલિંગ...

Shivaling In Fishermen’s Net: સમુદ્ર માંથી 100 કિલોથી વધારે વજનનું સ્ફટિકનું શિવલિંગ મળ્યું, શિવલિંગને નિહાળવા ગ્રામજનો ઉમટી પડયા – INDIA NEWS GUJARAT

Date:

Shivaling In Fishermen’s Net: જંબુસર તાલુકાના કાવી ગામેથી દરિયામા મચ્છી પકડવા ગયેલ માછીમાર ભાઈઓની જાળમા શિવલિંગ ફસાઈને આવતા માછીમાર ભાઈઓએ ભારે જહેમતથી. આશરે એક કિવીન્ટલ વજન ધરાવતા શિવલિંગને પોતાની નાવમા મુકીને કાવી દરિયા કિનારે લાવ્યું હતું.

કાવી ગામના માછીમારોની જાળમાં શિવલિંગ ફસાયું

જંબુસર તાલુકાના કાવી ગામેથી દરિયામા મચ્છી પકડવા ગયેલ માછીમાર ભાઈઓની જાળમા શિવલિંગ ફસાઈને આવતા માછીમાર ભાઈઓએ ભારે જહેમતથી આશરે એક કિવીન્ટલ વજન ધરાવતા શિવલિંગને પોતાની નાવમા મુકીને કાવી દરિયા કિનારે લાવતા ગ્રામજનો દરિયા કાંઠે શિવલિંગને નિહાળવા ઉમટી પડયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકાના કાવી ગામના મચ્છીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ કાળીદાસ વાધેલા મંગળ કાળીદાસ ફકીરા સહિત ૧૨ જેટલા માછીમાર ભાઈઓ છગનભાઈ સોમા ભાઈ વાધેલાની નાવડી લઈ ને દરિયામા ધનકા તીર્થ પાસે તેઓએ બાંધેલ જાળા માથી મચ્છી કાઢવા ગયેલ હતા. ત્યારે જાળમા શિવલિંગ આકારનો પથ્થર પણ ફસાઈ ગયો હતો. તેને જાળ માથી બહાર કાઢીને સાફ કરીને જોતા શિવલિંગ હોવાનુ જણાઈ આવેલ હતુ.

Shivaling In Fishermen’s Net: ગ્રામજનો દરિયા કાંઠે શિવલિંગને નિહાળવા ઉમટી પડયા

આ શિવલિંગ સમો પથ્થર ભરતીના નીરમા તરતો હતો. પરંતુ ભરતીના નીર ઓસરતા તે વજનદાર હોય ઉંચકાતો પણ ન હતો. આશરે એક કિવીન્ટલ વજન ધરાવતા શિવલિંગને માછીમાર ભાઈઓએ અન્ય નાવના માછીમારોની મદદથી ભારે જહેમતથી પોતાની નાવ ઉપર ચડાવી કાવી દરિયા કિનારે લાવ્યા હતા. અને દરિયા કિનારે તેને મુકી પાણીથી સાફ-સફાઈ કરતા આ શિવલિંગ સ્ફટિકનુ હોવાનુ તથા અંદરની શંખ, નાની મૂર્તિ ઓ હોવાનુ જણાઈ આવ્યુ હતુ. આ હકીકતની જાણ કાવી ગામમા વાયુવેગે પ્રસરતા ગ્રામજનો શિવલિંગને નિહાળવા દરિયા કાંઠે ઉમટી પડયા હતા.

તમે આ પણ વાંચી શકો છો:

New Election Commissioner: PM મોદીના નેતૃત્વમાં કમિટીની બેઠક યોજાશે

તમે આ પણ વાંચી શકો છો:

Congress Politics: સિદ્ધારમૈયા સરકાર ભાજપ વિરુદ્ધ દિલ્હી પહોંચી

SHARE

Related stories

Latest stories