Theft In Pashupatinath Temple: ભરૂચ જિલ્લામાં બેફામ બનેલા તસ્કરોનો આતંક યથાવત હોય તેમ લાગી રહ્યું છે, ખાસ કરી અંકલેશ્વર પંથકમાં ચોરીઓની ઘટનામાં સતત વધારો સામે આવતો જોવા મળી રહ્યો છે. તેવામાં વધુ એક ચોરીની ઘટના અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તાર માંથી સામે આવી છે. જ્યાં તસ્કરોએ પોતાની નાપાક કરતુતોને અંજામ આપવા માટે મંદિરને પણ ન છોડ્યું હોય તેવા ડ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે.
Theft In Pashupatinath Temple: પોલીસ CCTV ફૂટેજ આધારે તપાસ શરૂ કરી
અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ પશુપતિ નાથ મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા, જ્યાં મંદિરમાં રહેલ દાન પેટી સહિતની વસ્તુઓ માંથી ચોરીની ઘટનાને અંજામ આપ્યું હોવાનું કહેવાય રહ્યું છે. બિન્દાસ અને બેફામ બની મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપતાં તસ્કરોની તમામ કરતુતો મંદિરમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી. જે બાદ મામલો સામે આવતા હાલ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ હોવાનું કહેવાય રહ્યું છે.
જોકે તસ્કરો એ મંદિરમાં કેટલાની મત્તા ઉપર હાથ ફેરો કર્યો છે તે બાબત હજુ સુધી સ્પષ્ટ થવા પામી ન હતી. પરંતુ મંદિર જેવી પવિત્ર જગ્યાએ જ્યાં લોકો ખુબજ આસ્થા સાથે પોતાની સમસ્યા માંથી મુક્તિ મેળવવા અને ધાર્મિક પૂજા અર્ચના માટે આવતા હોય છે ત્યાં પણ હવે ભગવાન પણ સુરક્ષિત નથી રહ્યા ત્યારે પોલીસ દ્વાર કારવમાં આવતા રાત્રિ પેટ્રોલિંગ ના દાવા આ ઘટના બાદ પોકળ સાબિત થતાં દેખાય રહ્યા છે.
તમે આ પણ વાંચી શકો છો:
New Election Commissioner: PM મોદીના નેતૃત્વમાં કમિટીની બેઠક યોજાશે
તમે આ પણ વાંચી શકો છો:
Congress Politics: સિદ્ધારમૈયા સરકાર ભાજપ વિરુદ્ધ દિલ્હી પહોંચી