‘મોદી હે તો મુમકીન હૈ’ -All CM in one frame
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બે દિવસના વારાણસી પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વારાણસીમાં યોજાયેલા પ્રાચીન મંદિર શ્રી કાશીવિશ્વનાથધામના નવનિર્મિત મંદિરના લોકાર્પણમાં હાજરી આપી હતી. (All CM in one frame) સાથે સાથે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની વડાપ્રધાન મોદીએ બોલાવેલી પરિષદમાં પણ હાજરી આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 15મી ડિસેમ્બરે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની સાથે એક દિવસના અયોધ્યા પ્રવાસે જશે. જ્યાં તેઓ ભગવાન શ્રી રામના દર્શન કરશે ઉપરાંત નિર્માણ પામી રહેલા રામલલ્લાના મંદિરના કાર્યનું પણ નિરીક્ષણ કરશે. All CM in one frame
વિકાસ અને માત્ર વિકાસનો સ્પષ્ટ સંદેશો
સ્પષ્ટ વાત છે કે જે રીતે 2022માં 5 રાજ્યોમાં ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે મોદીની સ્પષ્ટ નીતિ છે કે તમામને એક સાથે રાખી એક જ સંદેશ આપવામાં આવે. કોઈ પણ રીતે બીજી પાર્ટીમાં જોવા મળતા અંતરકલેશ અને દૂરીના બનાવોથી બિલકુલ વિપરીત એકતા થકી વિકાસ અને માત્ર વિકાસનો સ્પષ્ટ સંદેશો માનવજાત સુધી પહોંચે તેવી કોશિષ કરવામાં આવી રહી છે.All CM in one frame
વિપક્ષ હવે તો શીખો!
બીજી બાજુ તમામ પાર્ટીઓએ એ જાણવું સમજવું જરૂરી છે કે જે રીતે અવારનવાર આપણે જોતા આવ્યા છે કે વિપક્ષમાં વિવાદોના વંટોળ ચૂંટણી નજીક આવે ત્યારે જોવા મળતા હોય છે ત્યારે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની વડાપ્રધાન મોદીએ બોલાવેલી પરિષદમાંથી બોધપાઠ લેવાની આવશ્યકતા છે. જો હજી પણ વિપક્ષ નહી સમજે તો 2022માં યુપીથી લઈ ગુજરાત સુધી તો ગુમાવવાનો વારો આવી શકે છે એટલું જ નહીં 2024માં પણ વિપક્ષને મોટી કિંમત ચુકવવાનો વારો આવી શકે છે. All CM in one frame
વારાણસીથી વિકાસની ગંગા
ત્યારે કાશિનું એક આગવું મહત્વ છે. ન માત્ર ભૌગોલિક રીતે પરંતુ રાજકીય અને ખાસ કરીને ધાર્મિક રીતે પણ. વારાણસીથી વિકાસની ગંગા વહેવનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઈ પણ કિંમતે પોતાની લાક્ષણિક અદા તથા આગવા અંદાજમાં લોકોનો વિશ્વાસ જીતી રહ્યા હોય તેવું ત્યાં હાજર સામાન્ય માણસોની ભીડ અને હાવભાવ પરથી અંદાજ લગાવી શકાય છે. જો કે વાસ્તવમાં લોકોનું શું માનવું છે તે તો આવનારો સમય જ બતાવશે. All CM in one frame