HomeGujaratNewly Constructed Road Became Accident Zone : રોડ રસ્તાના કામે લોકોને યમસદન...

Newly Constructed Road Became Accident Zone : રોડ રસ્તાના કામે લોકોને યમસદન પહોંચાડવાનું કામ, અક્કલનું પ્રદર્શન કર્યું હોય એવી કામગીરી – India News Gujarat

Date:

Newly Constructed Road Became Accident Zone : નવનિર્મિત બ્રિજની કામગીરી બાદ અકસ્માત ઝોન બન્યો. કોન્ટ્રાકટર અને અધિકારી બંનેની કામગીરી સામે સવાલ.

અક્કલનું પ્રદર્શન કરતાં અધિકારીને કારણે લોકોના જીવ જોખમમાં

રોડ રસ્તાના કામમાં વેઠ ઉતારી અક્કલનું પ્રદર્શન કરતાં અધિકારીને કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા હોવાનું સામે આવી રહ્યું છે. વાત વલસાડના સંજાણનો સર્પાકાર રેલવે ઓવરબ્રિજનાં છેડાને અકસ્માત ઝોન બનાવી દીધો છે. ઠેકેદાર અને સરકારી અધિકારીઓએ વાહન ચાલકોને યમધામમાં પહોંચાડવાનો ઠેકો લીધો હોય એવું પ્રતિત થાય છે.

રેલવે ઓવરબ્રિજ પર અકસ્માતોનો સિલસિલો શરૂ થઈ ચુક્યો

ઉમરગામના સંજાણનાં બની બેઠેલાં મહારથીઓની હોમપીચ બનેલો બહુચર્ચિત જીવલેણ સર્પાકાર રેલવે ઓવરબ્રિજ પર અકસ્માતોનો સિલસિલો શરૂ થઈ ચુક્યો છે. જેમાં ઓછામાં પુરૂંઆ રેલવે ઓવરબ્રિજનાં નિર્માણમાં કોન્ટ્રાક્ટરે, સરકારી અધિકારીઓના મેણાંપીપણામાં વેઠ ઉતારી હોવાનું ખુલ્લું પડી રહ્યું હોવા છતાં. સંજાણનાં મહારથીઓ ગાંધીજીનાં ત્રણ વાંદરાની ભુમિકા ભજવી રહ્યાં છે. સંજાણ રેલવે ઓવરબ્રિજનાં પશ્ચિમ ભાગે, જ્યાં ઉમરગામ તરફથી આવતાં વાહનો માટે ઓવરબ્રિજ શરૂ થાય છે. જ્યારે મહારાષ્ટ્ર તથાં મુંબઈ તરફનાં વાહનો માટે ઓવરબ્રિજ પુરો થાય છે. તે ભાગ, આ જાણે અક્કલ વગરના હોય એમ, એટલો જોખમી અને જીવલેણ અકસ્માત વાળો બનાવી દીધો છે કે. તે ભાગ પર દરરોજ અકસ્માતોનાં છમકલાં થતાં રહે છે. મહારાષ્ટ્ર તથાં મુંબઈ તરફનાં વાહનોએ, આ ઓવરબ્રિજથી ભિલાડ, સરીગામ તથાં નારગોલ બંદર તરફ જવું હોય તો. તેઓ મહામુશ્કેલીએ અન્ય વાહનો અટકાવી ચારથી પાંચ વાર વાહનો આગળ પાછળ કરી વળવું પડતું હોય છે.

Newly Constructed Road Became Accident Zone : મુંબઈ તરફનાં ઉતરતાં વાહનો સાથે અકસ્માત થવાની પુરેપુરી શક્યતાં

વળી, આ ભાગને કોન્ટ્રાકટેરે એટલો ઢોળાવવાળો બનાવી દીધો છે કે, ઓવરબ્રિજ પર સંજાણ, ભિલાડ તરફથી આવતાં વાહનો, જ્યારે મુંબઈ તરફ વળીને ઓવરબ્રિજ ચઢતાં હોય ત્યારે મુંબઈ તરફનાં ઉતરતાં વાહનો સાથે અકસ્માત થવાની પુરેપુરી શક્યતાં રહે છે. સુત્રો તરફથી એવી પણ જાણકારી મળી છે કે, આ ઓવરબ્રિજનાં છેડાની જમીન સંપાદન થઈ હોવા છતાં પણ અહિં રોડનું જંકશન પોઈન્ટ બન્યું નથી. રોડ બનાવનાર એજન્સી અને સંબંધિત અધિકારી દ્વારા વ્યવસ્થિત આયોજન વગર બનાવાયેલ માર્ગ અને પુલ નિર્માણના પ્લાનિંગ માં વેઠ ઉતારાય હોય એમ સ્પસ્ટ પ્રતીત થઈ રહ્યું છે. સમય રહેતા અગર આ ભૂલ સુધારવામાં નહીં આવે તો કદાચ આવનારા સમયમાં મોટો ગંભીર અકસ્માત સર્જાય શકે છે.

તમે આ પણ વાંચી શકો છો:

New Election Commissioner: PM મોદીના નેતૃત્વમાં કમિટીની બેઠક યોજાશે

તમે આ પણ વાંચી શકો છો:

Congress Politics: સિદ્ધારમૈયા સરકાર ભાજપ વિરુદ્ધ દિલ્હી પહોંચી

SHARE

Related stories

TONGUE CLEANING TIPS : માત્ર દાંત જ નહીં જીભની પણ સફાઈ છે જરૂરી

INDIA NEWS GUJARAT : ઘણીવાર લોકો બ્રશ કરતી વખતે...

SINGHAM 3 : જાણો ‘સિંઘમ 3’ મૂવીનો રિવ્યૂ

INDIA NEWS GUJARAT : વર્ષ 2011માં દિગ્દર્શક રોહિત શેટ્ટીએ...

Latest stories