Crabs Offered In Temple: સુરતઃ ઉમરા વિસ્તારના રામનાથ-ઘેલા મંદિરમાં દર વર્ષની જેમ પોષ એકાદશીએ અહીં મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોષી એકાદશીએ ઉમરા વિસ્તારમાં આવેલા રામનાથ – ઘેલા મંદિરમાં શિવજી પર જીવતા કરચલાથી અભિષેક કરવામાં આવતો હોવાથી મોટી સંખ્યામાં ભાવિકો દ્વારા જીવતા કરચલા ભગવાન શિવને ચડાવવામાં આવ્યાં હતાં.ભાવિકોને કાનની રસી મટતી હોવાથી માનતા લેવા અને પૂર્ણ કરવા ભાવિકો સવારથી મંદિરે જીવતા કરચલા લઈને પહોંચી પૂજા અર્ચના કરી હતી.
કરચલો ચઢાવવાથી કાનની બીમારીઓ પણ દૂર થાય
સુરતમાં વિશ્વનું એકમાત્ર મંદિર જ્યાં ભગવાન શંકરના આ પવિત્ર શિવલિંગને સેકડો વર્ષોથી વર્ષના પહેલા જ એકાદશીના રોજ શિવભક્તો ભગવાન શંકરને કરચલા ચડાવે છે. જોકે કરચલા ચઢાવવા પાછળનું બીજું કારણ એ પણ છેકે, જે કોઈ વ્યક્તિને કાનની બીમારીઓ હોય તે વ્યક્તિ અહીં આવીને શિવલિંગની પૂજા અર્ચના કરીને શિવલિંગ ઉપર જીવતા કરચલા ચડાવી પોતાની કાનની બીમારી દૂર થાય તેવી મનોકામના માંગે છે. અને તેમની મનોકામના પૂર્ણ થયા બાદ તેઓ ફરીથી એક વર્ષ પૂર્ણ થયા બાદ આ જીવતા કરચલા ચડાવી ભગવાન શંકરને પ્રસન્ન કરતા હોય છે.
Crabs Offered In Temple: શ્રીરામ સાથે જોડાયેલીછે મંદિરની દંતકથા
જીવતા કરચલાનો અભિષેક શા માટે? આની પાછળ રસપ્રદ ઈતિહાસ છે. કહેવાય છે અહીં ભગવાન રામ વનવાસ દરમ્યાન અહીં રોકાયા હતા. જે બાદ તેમણે પોતાના કમાનથી શિવલિંગ ઉત્પન્ન કરી પૂજા – અર્ચના શરૂ કરી હતી. બાદમાં ભગવાન રામને પોતાના પિતાના અવસાનના સમાચાર મળ્યા હતા. જેથી ભગવાન રામે અહીં પિતૃ તર્પણવિધિ કરવાનો નિર્ણય કર્યો હતો. તર્પણવિધિ દરમ્યાન બ્રાહ્મણ ન હોવાથી તેમણે સમુદ્રદેવને બ્રાહ્મણ તરીકે પ્રગટ થવા વિન્નતી કરી હતી. સમુદ્રદેવ બ્રાહ્મણરૂપે પ્રગટ થયા અને ભગવાન રામે પૂજા કરી. આ દરમ્યાન સમુદ્રના મોજાના કારણે ભગવાન શિવના શિવલિંગ પર અસંખ્ય જીવિત કરચલા આવી પડ્યા. ભગવાન રામને સમુદ્રદેવે કરચલા જેવા જીવનો ઉદ્ધાર કરવા વિનંતી કરી. ભગવાન આ જોઈ ઘેલા ઘેલા બન્યા હતા. ભગવાન રામે કરચલાને યોગ્ય સન્માન મળે તે ઉદેશથી એક સૂચન કર્યું. તેમણે જણાવ્યું કે આ તપોવન ભૂમિ પર રહેલા શિવલિંગ પર કરચલા ચઢાવવાથી કાનની રસી જેવા રોગો દૂર થશે. ત્યારથી માંડી હમણાં સુધી આ મંદિરનું ભારે માહાત્મ્ય આંકવામાં આવે છે. બાઈટ :-
ભગવાન રામ ના આશીર્વાદ થી આ તપોવન ભૂમિ પર રહેલા શિવલિંગ પર કરચલા ચઢાવવાથી કાનની રસી જેવા રોગો દૂર થાય છે. ત્યારથી લઈને હમણાં સુધી આ મંદિરનું ભારે મહાત્મ્ય આંકવામાં આવે છે. દર વર્ષની પોષ એકાદશીએ હજારો ભક્તો અહીં પોતાની માનતા મૂકી દર્શનાર્થે આવે છે. શિવલિંગ પર કરચલા ચઢાવી કેટલાક ભક્તોએ કાનના થતાં રોગો અંગે બાધા મૂકે છે. તો કેટલાકની મનોકામના પૂર્ણ થતાં બાધા છોડી પૂજન-અર્ચન કરતા હોય છે.
તમે આ પણ વાચી શકો છો :
Modi on Nehru: નેહરુ અને ઈન્દિરા પર નિશાન સાધ્યું
તમે આ પણ વાચી શકો છો :