80 Lost People Found : 20 સગીર,60 પુખ્તવયના લોકોને શોધી કાઢવામાં સફળતા. પોલીસ ધારે તો કાઇપણ કરી શકે એ પુરવાર થયું.
ગુમ થયેલા લોકોને શોધી કાઢવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું
વલસાડ જીલ્લામાં સગીર બાળકો અને 18 વર્ષથી વધુ ઉંમરના ગુમ થયેલા. વ્યકિતઓને શોધી કાઢવા વલસાડ જિલ્લા SP ડો.કરનરાજ વાઘેલાની સુચના મુજબ. વલસાડ જીલ્લાના તમામ પોલીસ અધિકારીઓ દ્રારા 18 વર્ષથી નાની ઉંમરના. તથા પુખ્ત વયના ગુમ થયેલા લોકોને શોધી કાઢવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસને મોટી સફળતા મળવા પામી છે.
ગુમ થયેલા લોકોને શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું
- વલસાડ જિલ્લા પોલીસને ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી જાન્યુઆરી 2024માં વલસાડ જિલ્લામાં.
- કુલ 20 બાળકો અને 60 જેટલા 18 વર્ષથી વધુ ઉમરના ગુમ થયેલા લોકોને શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું છે.
- ઘણા વર્ષો પછી પરિવારના સભ્યને પાછા મેળવીને પરિવારના સભ્યોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
- વલસાડ જિલ્લામાં વર્ષ 2010થી અત્યાર સુધીના જિલ્લા માંથી ગુમ થયેલા 750થી વધુ 18 વર્ષથી મોટી ઉંમરના ગુમ થયા હતા.
- જ્યારે 100થી વધુ 18 વર્ષથી નાની ઉંમરની સગીરા કે સગીરના અપહરણ થયેલા. સગીર બાળકોનો પરિવાર સાથે મિલાપ કરાવવા.
- એક બીડું વલસાડ SP ડો. કરનરાજ વાઘેલાની આગેવાનીમાં વલસાડ જિલ્લા પોલીસની ટીમે ઉઠાવ્યું હતું.
- SP ડો. કરનરાજ વાઘેલાની સૂચનાના આધારે વલસાડ જિલ્લામાં ગુમ થયેલા બાળકો અને 18 વર્ષથી વધુ ઉમરના લોકોને શોધવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
- જે દરમ્યાન જીલ્લા પોલીસ ટીમ દ્રારા વલસાડ જીલ્લામાંથી, જીલ્લા બહાર તથા રાજય બહારથી જાન્યુઆરી માસમાં.
- કુલ 20 ગુમ/ અપહરણ થયેલ સગીર વયના કિશોર/ કિશોરીઓને શોધી કાઢી તેમના પરિવારના સભ્યો સાથે મેળાપ કરાવવામાં આવેલ છે.
80 Lost People Found : વાપી તાલુકામાંથી સૌથી વધુ સગીરા અને યુવતી ઓની મિસિંગની ફરિયાદ
વલસાડ જિલ્લા પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને અને બાતમીદારોની મદદ લઈને બાળકોને શોધવામાં સફળતા મળી છે. જ્યારે 18 વર્ષથી વધુ ઉંમરના 60 લોકોને શોધી કાઢવામાં વલસાડ પોલિસેની ટીમને સફળતા મળી છે. 20 સગીર અને 60 પુખ્યતવયના લોકો ગુમ થયા હતા. જેમાં મોટા ભાગના કેસમાં યુવાનો અને મહિલાઓ ઘર કાંકસથી કંટાળીને ઘર છોડી જતા રહ્યા હોવાનું સામે આવતા. પરિવાર સાથે મિલન કરાવવામાં વલસાડ જિલ્લા પોલીસની ટીમને સફળતા મળી હતી. વલસાડ જિલ્લાના વાપી તાલુકામાંથી સૌથી વધુ સગીરા અને યુવતી ઓની મિસિંગની ફરિયાદ નોંધતી હોવાનું. સામે આવતા અભિયાન વલસાડ જિલ્લા પોલીસે હાથ ધર્યું હતું.
તમે આ પણ વાચી શકો છો :
Parliament Election-2024: શું સોનિયા ગાંધી તેલંગાણામાંથી લોકસભા ચૂંટણી લડશે?
તમે આ પણ વાચી શકો છો :