BNI Business Conclave 2024: BNI ગ્રેટર સુરત દ્વારા આયોજિત BNI બિઝનેસ કોન્ક્લેવ 2024 ની દબદબાભેર શરૂઆત થઈ છે. સરસાણા સ્થિત કન્વેશન સેન્ટર ખાતે આમંત્રિત મુખ્ય મહેમાનનો હસ્તે બિઝનેસ કોન્ક્લેવની શરૂઆત થઈ હતી. કી નોટ સ્પીકર તરીકે બોલીવુડ અભિનેતા બોમન ઈરાની ઉપસ્થિત રહ્યા હતા અને તેમને પ્રેરક ઉદ્બોધન કર્યું હતું.
બિઝનેસ મીટ સાથે માસ્ટર ક્લાસ યોજાઈ
સુરત ખાતે બોલિવૂડના અભિનેતા બોમન ઈરાની ની હાજરીમાં બિઝનેસ કોન્ક્લેવનું આયોજન કરાયું હતું. બોમન ઈરાની એ સફળતા માટે ટિપ્સ આ કોન્ક્લેવમાં હાજર સૌકોઈને આપ્યા હતા. સરસાણા સ્થિત કનવેન્સન સેન્ટર ખાતે આયોજિત આ કોન્ક્લેવ બિઝનેસ કોન્ક્લેવ સ્ટીમ હાઉસ ઈન્ડિયા લિમિટેડ દ્વારા પ્રસ્તુત અને એવિમી હર્બલ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા સંચાલિત છે. કોન્ક્લેવ દરમિયાન દિવસભર વિવિધ બિઝનેસ મીટ અન્ય માસ્ટર ક્લાસ યોજાઈ હતી. જેમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત ઉદ્યોગપતિઓએ પોતાના અનુભવ રજૂ કરવા સાથે સફળ બિઝનેસ માટેનું માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
BNI Business Conclave 2024: કોન્ક્લેવ ઉદ્યોગસાહસિકો માટે અતિમહત્વપૂર્ણ
વ્યાપાર અર્થતંત્રમાં વૃદ્ધિને આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા સાથે, BNI ગ્રેટર સુરતે ઉદ્યોગ વૃદ્ધિ અને સકારાત્મક પરિવર્તન માટે પ્રભાવશાળી પ્લેટફોર્મ્સ બનાવવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ કોન્ક્લેવનો ઉદ્દેશ ટેક્સટાઈલ અને ટ્રાવેલ સેક્ટરના ઉદ્યોગસાહસિકો માટે સહયોગ કરવા, વિચારોનું આદાનપ્રદાન કરવા અને વ્યવસાયની નવી તકો શોધવા માટે ગતિશીલ જગ્યા બનાવવાનો હતો.
BNI બિઝનેસ કોન્ક્લેવ વિવિધ ઉદ્યોગોમાં ફેલાયેલા 220+ પ્રદર્શકોની સહભાગિતા સાથે અત્યાર સુધીની સૌથી મોટી બિઝનેસ ઇવેન્ટનું આયોજન કરવા તૈયારી કરી રહ્યું છે. PAN INDIA માં 70+ શહેરોમાંથી 10,000 થી વધુ ઉદ્યોગસાહસિકો અને પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. વ્યાપાર વૃદ્ધિ અને નેટવર્કિંગની તકો મેળવવા માંગતા ઉદ્યોગસાહસિકો માટે આ ઇવેન્ટમાં હાજરી આપવી આવશ્યક બની ગઈ છે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: