New Iconic Road, Surat: સુરત શહેરના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા દ્વારા વધુ એક કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આજરોજ શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયા દ્વારા સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલ સિંહ સર્કલ જંકશનથી શિવ પ્લાઝા વ્રજ એન્ટોનિયા થઈને 90 મીટર આઉટર રીંગરોડને જોડતો 60 મીટર પહોળાઈના ડી પી રસ્તાને 35 કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
શિક્ષણ મંત્રીએ નવા આઇકોનીક રોડનું કર્યું ખાતમુહૂર્ત
સુરત શહેરમાં અનેક જગ્યાએ નવા રસ્તા બનાવવાની માંગ છેલ્લા લાંબા સમયથી વિવિધ વિસ્તારના લોકો દ્વારા કરી રહ્યા છે ત્યારે આજ રોજ મનપા દ્વારા 35 કરોડના ખર્ચે નવા આઇકોનીક રોડનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી સ્થાનિક રહેવાસીઓ દ્વારા અહીં છેલ્લા ઘણા સમયથી આઇકોનિક રોડની માંગણી કરવામાં આવતી હતી. જે અનુસંધાને આજરોજ આ આઇકોનિક રોડ બનાવવા માટે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયા ના હસ્તે કરવામાં આવ્યું છે.
New Iconic Road, Surat: 60 મીટરની પહોળાઈના રસ્તા બનતા ટ્રાફિક માટે મોટી રાહત
મેયર દક્ષેશ માવાની સાથે સ્ટેન્ડિંગ ચેરમેન અને વિવિધ સમિતિના અધ્યક્ષોની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમ માં નવા આઇકોનીક રોડ ના ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ આઇકોનિક રોડ 35 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે આ ખાતમુરતમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા સહિત ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓ પણ જોડાયા હતા.
60 મીટર ફોડાઈ ધરાવતા આ આઇકોનીક રોડ બની જતાં આ વિસ્તારમાં રહેતા લોકો ની સાથે અહિયાથી અવાર જવર કરતાં લોકો માટે આ રોડ આશીર્વાદ સમાન સાબિત થાહસે અને ટ્રાફિક સમસ્યા માં મોટી રાહત થઈ શકશે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: