Traffic Problems Put To End: કામરેજના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયના હસ્તે કામરેજ ચારરસ્તા ખાતે સર્કલ ડેવલપમેન્ટનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. PPP ધોરણે કામરેજ ચારરસ્તા ખાતે સર્કલની કામગીરી થતા ટ્રાફિકની સમસ્યા હળવી થશે.
શિક્ષણ મંત્રીએ ભૂમિપૂજન કરી કામ શરૂ કરાવ્યું
સુરત શહેરનુ પ્રવેશ દ્વાર એટલે કામરેજ ચાર રસ્તા, પણ આ ચોકડી પર ટ્રાફિકની સમસ્યા એટલે માથાનો દુખાવો સમાન હોય છે,, અહિયાં આડેધડ વાહન પાર્કિંગ જેવી સમસ્યા તથા રોંગ સાઈડથી આવતા વાહનોને કારણે અનેક વખત અકસ્માતો પણ થાય છે તેવા મા સ્થાનિક રહીશોની માંગ હવે પૂરી થવા જઈ રહી છે. કામરેજના ધારાસભ્ય અને મંત્રી પ્રફુલભાઈ ના પ્રત્યતનો થકી અહી PPP ધોરણે સર્કલ ડેવલપમેન્ટનુ કામ શરૂ થવા જઈ રહ્યું છે જેને પગલે રસ્તા પરના દબાણો પણ દૂર કરવામાં આવી રહ્યા છે સર્કલની સાથે સાથે આવનાર દિવસોમા કામરેજ તાલુકામાં વિવિધ અન્ય રોડ રસ્તાઓના નવીનીકરણની પણ કામગીરી કરવામાં આવનાર છે તેવુ પ્રફુલભાઈએ જણાવ્યુ હતુ.
Traffic Problems Put To End: કામરેજ ચાર રસ્તે તરફીક સમસ્યાનો હવે આવશે અંત
કામરેજ ચાર રસ્તા પર સુરત શહેર તરફથી આવતા જતા વાહનો અને હાઇવેના સર્વિસ રોડનુ ટ્રાફિક ચોકડી પર ભેગુ થાય છે જેને કારણે ભારે ટ્રાફિક સમસ્યા પિકઆવર દરમિયાન સર્જાય છે આ સમસ્યા હવે અહિયાં સર્કલ બનતા ટ્રાફિક જામની તમામ સમસ્યા દૂર થશે તેવી સૌ કોઈને આશા છે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: