Man Attacked With A Sword: યુવકની ઘાતકી હથિયાર તલવાર વડે હમલો કરવામાં આવ્યો
પોલીસ CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ગેંગવોરનો બદલો લેવાનો સિલસિલો ચાલુ. યથાવત OYO હોટેલ અને ફાઈનાન્સ તથા ડાઈંગ મિલોમાં ઇંધણમાં ગેરકાયદેસર વપરાતી ચીંધીના ધંધા સાથે જોડાયેલ ઇસમ પર ચારથી પાંચ લોકોનો ઘાતકી હુમલો કરતાં પોલીસ દોડતી થઈ છે.
ચાર થી પાંચ અજાણ્યા ઇસમોએ કર્યો હમલો.
સુરત શહેર કમિશનર નિવૃત થતા ક્રિમીનલોમાં જાણે પોલીસનો કોઈ ભઈ રહ્યો ના હોય તેમ નિવૃત્તિનાં દિવસથી જ કુખ્યાત ગેંગનો જૂની અદાવત ની રંજીસ કાઢવાનો શિશિલો યથાવત થતો દેખાય આવી રહયો છે. બે દિવસ પેહલા જ પીન્ટુ નવસારીવાળાની અઠવાગેટ વિસ્તારમાં જાહેર રસ્તા પર ઘાતકી હત્યા કરવામાં આવી હતી જ્યાં હજુ આરોપીઓ પકડાયા હતા. ગત રોજ મોડી પાંડેસરા ખાતે જીતેશ સીંગ નામક ઇસમ પર ચારથી પાંચ ઈસમો દ્વારા ઇકો કારમાં આવી તલવાર ચપ્પુ અને ઘાતકી હથ્યારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. જીતેશને તત્કાલ સારવાર અર્થે અલથાણ ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં ઊચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પોહચી સીસીટીવીના આઘારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ઘટના સ્થળેથી હુમલાખોરોની લોડેડ રિવોલ્વર પણ પોલીસે કબજે કરી હતી.
Man Attacked With A Sword: પાંડેસરા પોલીસમાં FIR દાખલ કરેલ છે
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જીતેશ સીંગ પણ એક ગેંગ બનાવી OYO હોટેલ અને ફાઈનાન્સ તથા ડાઈગ મિલોમાં બરતણ માટે વપરાતી ચીંધીનો ધંધો ચલાવે છે અને ફાઈનાન્સ કરી ગરીબ માણસો પાસે મોટું વ્યાજે વશુલે છે. જીતેશ પર પાંડેસરા વિસ્તારમાં અનેક ગુનાઓ પણ દાખલ છે અગાઉ ખટોદરા વિસ્તારમાં એક બ્રિજ પર પોતાની ગેંગ સાથે મોટી માત્રમાં ગાડીઓ રોકી ટ્રાફિક જામ કરી રીલ બનાવી શહેરી જનોમાં ભયનો માહોલ ફેલાવા બદલનો ગુનો નોંધી અટકાયત કરવામાં આવી હતી જીતેશની ગેંગનો ઉન વિસ્તારની છોટે બડે ગેંગ સાથે વારંવાર ગેંગ્વોર થઈ ચૂક્યો છે જીતેશ પર અગાઉ પણ આ ગેંગના સભ્યો દ્વારા હુમલો કરાયો હતો જેની એક FIR પણ પાંડેસરા પોલીસમાં દાખલ કરવામાં આવેલ હતી જે હુમલો કરનાર ઇસમ હજુ પણ પાંડેસરા પોલીસ પકડથી દુર છે.
ગતરાત્રિ દરમ્યાન બનેલ ઘટના જીતેશ ચીંધી ના ધંધામાં હરીફાઈને કારણે ઘટી હોવાનુ ચર્ચાઈ રહ્યું છે સમગ્ર ઘટના જોતા પાંડેસરા પોલીસની જડબેસલાક નાઇટ પેટ્રોલીંગનો દાવો પોકળ સાબિત થતો દેખાઈ આવે છે અને ક્યાંક ને ક્યાંક આવી ગેંગો પર કડક કાર્યવાહી કરવામાં પાંડેસરા પીઆઈ નીષ્ફલ થતા દેખાઈ આવે છે.
તમે આ પણ વાંચી શકો છો:
Arvind Kejariwal ED Summons: પાંચમી વખત EDના સમન્સ સમક્ષ હાજર નહીં થાય
તમે આ પણ વાંચી શકો છો: