Gravel In The Hospital Meal: સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પાલિકાની હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષા આહીર મુલાકાત ખાતે પહોંચ્યા હતા. જ્યાં રસોડા વિભાગની મુલાકાત લેવામાં આવી હતી. તમામ વસ્તુઓની તપાસ કરી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા. દરમિયાન દર્દીઓને આપવામાં આવતી રસોઇમાંથી કાંકરી નીકળતા હાજર અધિકારીઓને ખખડાવ્યા હતા.
આરોગ્ય ચેરમેનની મુલાકત સમયે ભોજનમાં કાંકરી નીકળી
સુરત મહાનગર પાલિકાના હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષા આહીર અવારનવાર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની મુલાકાત કરતા હોય છે અને અધિકારીઓને જરૂરી સૂચનો કરતા હોય છે. ત્યારે સ્મીમેર હોસ્પિટલના રસોડા વિભાગની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી. દરમિયાન સાથે આરએમઓ નર્સિંગ અને રસોડા વિભાગના અધિકારીઓ જોડાયા હતા. રસોડાના શાકભાજી કઠોળ સહિતના તમામ ચીજ વસ્તુઓની તપાસ કરી હતી. ત્યારબાદ દર્દીઓને આપવામાં આવતા ભોજનની ચકાસણી કરી હતી. કઠોળના શાકની ચકાસણી કરતા કાંકરી નીકળી આવી હતી. જેને લઈને હાજર અધિકારીઓ સહિતનાને તેઓએ ખખડાવ્યા હતા. ત્યારબાદ રસોડા સંચાલકને બોલાવી તમામને જરૂરી સૂચનો કર્યા હતા.
Gravel In The Hospital Meal: સ્ટાફને ફરીવાર આવું ના થાય એની સૂચના અપાઈ
મનીષા આહિરે જણાવ્યું હતું કે આ હોસ્પિટલમાં લોકોને ભોજન સારું મળશે તો જ દવા સાથે તેઓ સાજા થઈને ઝડપથી ઘરે જઈ શકશે સરપ્રાઈઝ વિઝીટમાં ભોજનમાંથી કાકડી નીકળતા જરૂરી સૂચનો કર્યા છે આ સાથે જ આ રસોડાની જગ્યાએ આધુનિક રસોડું બનાવવામાં આવે તે પ્રકારની પણ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. એમ તેમણે જણાવ્યું હતું.
તમે આ પણ વાંચોઃ
તમે આ પણ વાંચોઃ