HomeGujaratOld Tribal Wedding Traditions: વટ પડી ગયો - નાનીવહિયાળ ગામે બળદગાડામાં જાન...

Old Tribal Wedding Traditions: વટ પડી ગયો – નાનીવહિયાળ ગામે બળદગાડામાં જાન નીકળી, કન્યા બળદગાડીમાં વરરાજાના ઘરે આવી પહોંચી – INDIA NEWS GUJARAT

Date:

Old Tribal Wedding Traditions: કન્યાને જોઈ સૌ કોઈની આંખ પહોળી થઈ ગઈ

આદિવાસી સમાજની 50 વર્ષ જુની પરંપરા ફરી જોવા મળી હતી જ્યારે, પરણવા માટે કન્યા નાનીવહિયાળ ગામે બળદગાડા માં જાન લઈ જતાં જૂના રીત રિવાજ તાજા કરાવ્યા હતા. આદિવાસી પરંપરા મુજબ થયેલા અનોખા લગ્નના દ્રશ્ય જોઈને તમે પણ આશ્ચર્ય માં મુકાઇ જશો.

કન્યા સુરતથી જાન લઈ નાની વહિયાળમાં પહોંચી

આપણે ત્યાં સમય સાથે બધું જ બદલાતું જઈ રહ્યું છે. લોકો આધુનિક્તાની દુનિયામાં એટલા ડુબી ગયા છે કે, આપણી પરંપરા જ ભૂલવા લાગ્યા છે. પરંતુ ધરમપુર તાલુકાના નાનીવહિયાળ ગામે એક એવા લગ્ન યોજાયા જેણે ફરી એકવાર પરંપરાની પ્રતિતિ કરાવી છે. આપણી પરંપરા. આપણા જુના રીતિ-રિવાજ. આપણો જુનો પહેરવેશ. આ બધું સમયના બદલાવ સાથે વિસરાઈ ગયું છે. પરંતુ આજે પણ ક્યાંક એક નાનકડા ગામમાં આ પરંપરા વડીલોએ સાચવિને રાખી છે. અને તેની પ્રતિતિ આ નાનીવહિયાળ ખાતે લગ્નની જાન દ્વારા કરાવી રહી છે. આ દ્રશ્યો તો આજની પેઢી માટે કાંઈક નવું જ હશે. કારણ કે, તેમણે ક્યારેય આવી જાન નહીં જોય હોય. આ પરંપરા પ્રમાણે નિકળેલી જાનના દ્રશ્યો ધરમપુર તાલુકાના નાની વહિયાળ ગામના છે.

ગામના પટેલ પરિવારે સતત 3 મહિના સુધી મહેનત કરીને આજની પેઢીને જુની પરંપરાથી અવગત કરાવવાનો પ્રયાસ કર્યો છે. જરા આ જાનનો ઠાઠ જુઓ. બળદોની સાથે-સાથે ગાડા શણગારાયા છે. વરરાજા પણ ગાડામાં સવાર છે. અને જાનડિયું પણ સુંદર મજાના લગ્નગીત ગાઈ રહી છે. લોકો માટે આ જાન એક આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી કારણ કે, કદાચ 50 વર્ષ જુની પરંપરા આજે તેમને જોવા મળી છે.

આદિવાસી પરંપરાને ઉજાગરકરતી ફુલહારથી શણગારકરાયેલી બળદ ગાડીમાં જાન, બીજી તરફ ડીજેના સ્થાને આદિવાસી વાજિંત્રો તુર, તારપા અને થાળી તથા આદિવાસી લોકગીતોના સથવારે ઝૂમતા જાનૈયા, આદિવાસી પરંપરાને ફરીથી જીવંત કરતું આ દ્રશ્યમાં જોવા મળ્યું હતું.

Old Tribal Wedding Traditions: લગ્નની જૂની આદિવાસી પરંપરા

ધરમપુરના અંકિત ગણપતભાઈ પટેલ તથા સુરત કતારગામની એકતા દિનેશભાઇ પટેલ સુરતમાં L.L.M. અભ્યાસ વખતે પરીચય એકબીજાની પસંદગીમાં પરિણામ્યો, જેને બંનેના પરિવારે પણ સ્વીકારી સંમતિ આપી હતી. અને જાન લઈ સુરતથી નાનીવહિયાળ આવેલી કન્યા તથા વરરાજાના પાંચ વખત માથું અથડાવી લગ્ન ગ્રંથી જોડાવાની જૂની આદિવાસી પરંપરા નિભાવી હતી. લગ્નની કંકોત્રી વારલી પેઇન્ટિંગના ચિત્રો સાથે બનાવીઅને મંડપમાં વારલી પેઇન્ટિંગ, વૃક્ષ, જળ, જંગલ તથા આદિવાસી વાજિંત્રોના પોસ્ટર લગાવ્યા હતા. છેને ખરેખર કઈક અજુગતું લાગતાં આ લગ્ન પ્રસંગ.

તમે આ પણ વાચી શકો છો :

INDI Alliance Update: TMC મહાગઠબંધનને આપશે ફટકો?

તમે આ પણ વાચી શકો છો :

Lalu ED Update: EDનો મોટો ખુલાસો

SHARE

Related stories

Latest stories