HomeGujaratElementary School Inaugration : પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત પ્રાથમિક શાળાનું ઉદ્ઘાટન...

Elementary School Inaugration : પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત પ્રાથમિક શાળાનું ઉદ્ઘાટન – India News Gujarat

Date:

Elementary School Inaugration : રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા વરદ હસ્તે લોકાર્પણ. પ્રાથમિક શાળાનું લોકાર્પણ અને અર્પણવીધી યોજાઈ. કોરોના કાળથી બંધ શાળાનું કામ ફરી ઝડપથી ૨ વર્ષ બાદ શરૂ કરાયું.

રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા વરદ હસ્તે લોકાર્પણ

પલસાણા તાલુકાના હરિપુરા ગામમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત. સંચાલિત પ્રાથમિક શાળાનું આજરોજ ઉદ્ઘાટન અને અર્પણવિધિ સમારોહ યોજાયો હતો. જેમાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા વરદ હસ્તે લોકાર્પણ કરાયું હતું.

કોરોના કાળ બાદ ફરીથી ઝડપી કામ હાથ ધરવામાં આવ્યું

સુરત જિલ્લાના પલસાણા તાલુકા ખાતે આવેલા હરિપુરા ગામમાં આવેલ પ્રાથમિક શાળાને કોરોના કાળ પહેલા જ. જમીનદોષ કરી ફરીથી નવનિર્માણ કરવાનનું બીડું ગામના આગેવાનો. તેમજ તાલુકા પંચાયતના સભ્ય યોગેશ પટેલ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.પરંતુ કોરોના જેવા કપરા કાળમાં શાળાનું કામ બંધ કરવું પડ્યું હતું. અને કોરોના કાળ બાદ ફરીથી ઝડપી કામ હાથ ધરવામાં આવ્યું હતું. અને હાલ 2 વર્ષ બાદ ફરીથી સરકાર દ્વારા ગ્રાન્ટ અને ગામના દાતાઓની મદદથી સ્માર્ટ શાળા. જેવી જ પ્રાથમિક શાળા ઉભી કરવામાં આવી છે.આ પ્રાથમિક શાળાનું લોકાર્પણ અને અર્પણવીધી યોજવામાં આવી હતી. જેમાં ગુજરાત સરકારના શિક્ષણમંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય. પ્રફુલ પાનસેરિયાએ ખાસ ઉપસ્થિત રહી લોકાર્પણ વિધિ કરી હતી.

Elementary School Inaugration : દાતાશ્રીઓને સન્માનિત કર્યા

આ કાર્યક્રમ અંતર્ગત બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વર પરમાર. તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ સહિત. ગામના અનેકો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શિક્ષણમંત્રી તેમજ ધારાસભ્ય તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના વરદ હસ્તે દાતાશ્રીઓને સન્માનિત કર્યા હતા. અને ઓરડાઓને ખુલ્લા મુકવામાં આવ્યા હતા.

તમે આ પણ વાચી શકો છો :

Hemant Soren ED Update: EDની ટીમ દિલ્હીમાં મુખ્યમંત્રી હેમંત સોરેનની પૂછપરછ

તમે આ પણ વાચી શકો છો :

Political Equation: રાજકીય ઉથલપાથલ પાછળ ભાજપની રણનીતિ

SHARE

Related stories

Latest stories