HomeGujaratWomen Dies 45 Days After Marriage: પરિણીતા નું શંકાસ્પદ મોત ના કારણે...

Women Dies 45 Days After Marriage: પરિણીતા નું શંકાસ્પદ મોત ના કારણે મૃતક મહિલાના પરિવારનો પતિ એ હત્યા કરી હોવાના ગંભીર આરોપ – INDIA NEWS GUJARAT

Date:

Women Dies 45 Days After Marriage: મૃતક નો પરિવાર પેનલ પોસ્ટ મોર્ટમ ની કરી રહી છે માંગ

ઉત્તરપ્રદેશના ભદોહી ખાતે લગ્ન કરી યુવતીને સુરતના ખોલવડ લઈ આવેલા પતિએ ત્રાસ ગુજારતા ફક્ત ૪૫ દિવસમાં યુવતીએ આપઘાત કરી લેતા તેના પરિવારજનોએ હત્યાની આશંકા બતાવી તપાસની માંગ કરી છે.

મૃતક મહિલાના પતિ અગાઉથીજ પરિણીત

ઉત્તરપ્રદેશના ભદોહી ખાતે રહેતા કમાલુદ્દીનની ભાણેજ સોની અબ્બાસ શાહ સાથે પોતાના ભાણેજ શાહરુખ નઇમ શાહના લગ્ન કરાવવા ફોઈ નરગીસે વાત ચલાવી હતી.સામાવાળા ઓળખીતા હોવાથી કમાલુદ્દીને સોની અને શાહરૂખના લગ્નને મંજુરી આપી ઉત્તરપ્રદેશ ખાતે બન્નેના લગ્ન તારીખ છઠ્ઠી ડિસેમ્બર ૨૦૨૩ના રોજ ઇસ્લામી વિધિ અનુસાર કરાવી દીધા હતા.ત્યારબાદ શાહરુખ સોનીને લઈ સુરતના કામરેજ ખાતે આવેલા ખોલવડ મુકામે લઈ આવ્યો હતો.અહીં થોડાજ દિવસોમાં સોનીને જાણ થઈ હતી કે શાહરૂખ અગાઉથીજ પરિણીત છે જેથી સોનીએ પોતાના મામા કમાલુદ્દીનને આ અંગે જાણ કરી સમગ્ર હકીકત બતાવી હતી. આ મામલે શાહરુખને પૂછતાં તેણે જણાવ્યું હતુ કે તમે ચાર લાખ રૂપિયા આપો તો પહેલી પત્નીને છૂટી કરી દઈશ. ભણેજની આવી પરિસ્થિતિ જોઈ મામાએ પૈસાની વ્યવસ્થા કરવા બે મહિનાની મુદ્દત માંગી હતી.આ દરમ્યાન પતિ અને તેની ફોઈનો ત્રાસ વધતા સોની અવારનવાર મામાને ફોન કરી સમગ્ર હકીકત બતાવતી હતી.

Women Dies 45 Days After Marriage: કામરેજ પોલીસ સહકાર ના આપતી હોવાની ફરિયાદ

૨૧મી જાન્યુઆરીના રોજ નરગીસે સોનીના મામાને વીડિયો કોલ કરી તેમની ભાણેજની ફાંસો ખાધેલી અવસ્થામાં લાશ બતાવી બોડી લઈ જવા જણાવ્યું હતું. આ જોઈ ભાંગી પડેલા મામા અને તેમનો પરિવાર લોકેશનના આધારે સુરત આવી પહોંચ્યા હતા. સુરતમાં જમાઈ શાહરુખ અને તેની ફોઈએ કોલ રિસીવ નહીં કરતા તેઓએ સરપંચ પાસે મદદ માંગી હતી. સરપંચએ સોનીની લાશ કામરેજની હોસ્પિટલમાં હોવાનું જણાવ્યું હતુ. કામરેજ હોસ્પિટલમાં દીકરીની લાશ જોઈ શંકા જતા તેઓએ કામરેજ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે સોનીના મામાને ઉડાઉ જવાબો આપી ભગાડી મુક્યા હતા. આ મામલે વિજય રાઠોડ નામના વકીલે તેમની વ્હારે આવી ન્યાય અપાવવા પોલીસમાં અરજી કરી આરોપીઓ સામે તપાસ અને સોનીનો પેનલ પોસ્ટમોર્ટમ કરવાની માંગ કરી છે.

માત્ર 45 દિવસ નો જ રહ્યો લગ્નન સંસાર

ફક્ત ૪૫ દિવસના લગ્નગાળા દરમ્યાન મોતને ભેટનાર યુવતીના પરિવારજનોએ આરોપીઓ સામે કડક પગલાં ભરવા પોલીસને માંગ કરી છે. આ કેસમાં શંકાસ્પદ ભૂમિકા ભજવનારી મહિલા અને અંધારામાં રાખી લગ્ન કરનાર યુવક સામે હત્યાનો ગુનો નોંધવા વકીલ દ્વારા માંગ કરવામાં આવી છે.

તમે આ પણ વાચી શકો છો :

Land for Job Case: બધાની નજર લાલુ યાદવ પર ટકી

તમે આ પણ વાચી શકો છો :

Tharoor on Nitish: શશિ થરૂરે સાધ્યું નિશાન નીતિશ કુમાર પર

SHARE

Related stories

Latest stories