Saroli Celebrates Republic Day : શાળાના બાળકોએ વિવિધ દેશભક્તિ કૃતિ રજૂ કરી. પોલીસ સ્ટેસનમાં ઇન્સ્પેકટરના હસ્તે ધ્વજવંદન.
ત્રિરંગો લહેરાવી દેશપ્રેમી પ્રજાજનોએ રાષ્ટ્ર્રને સલામી
ઓલપાડ તાલુકાની વિવિધ સંસ્થાઓમાં 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી તા-26મી જાન્યુઆરીના રોજ કરવામાં આવી હતી. જેમાં તાલુકાકક્ષાનો ધ્વજવંદન સરોલીગામે ઉજવવામાં આવ્યો હતો. તેમજ તાલુકામાં આવેલી જાહેર સહકારી સંસ્થાઓ, શાળા,કોલેજો સહિત. સરકારી કચેરીઓમાં આન-બાન-શાન સાથે ત્રિરંગો લહેરાવી દેશપ્રેમી પ્રજાજનોએ રાષ્ટ્ર્રને સલામી આપી હતી.
શાળાના બાળકોએ દેશભક્તિની વિવિધ કૃતિઓ રજુ કરી
ઓલપાડ તાલુકાના સરોલીગામે તાલુકા કક્ષાના 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે. ઓલપાડ પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાનાં હસ્તે ધ્વજવંદન કરી. ત્રિરંગાને આન બાન સાન સાથે સલામી આપી પ્રસંગોચિત ઉદબોધન કરી. આ પર્વની શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે શાળાના બાળકોએ દેશભક્તિની વિવિધ કૃતિઓ રજુ કરી હતી. તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, ઉપપ્રમુખ કિરણ પટેલ સહીત. સરોલી ગામના સરપંચ તેમજ ગ્રામજનો ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સલામી આપી હતી. જયારે ઓલપાડ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશનમાં પીઆઇ વી. કે. પટેલનાં હસ્તે. રાષ્ટ્ર ધ્વજને સલામી આપવામાં આવી હતી. જેમાં હોમગાર્ડ અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Saroli Celebrates Republic Day : ઓલપાડ તાલુકો રાષ્ટ્રપ્રેમીના રંગથી રંગાયો
વહેલી સવારે શાળાના બાળકો દ્વારા પ્રભાત ફેરી નીકરી હતી. તિરંગા સાથે ભારત માતાકી જયના નારાથી વાતાવરણ ગુજ્યું હતું. આ પ્રસંગે તાલુકાની દેશપ્રેમી જનતાએ રાષ્ટ્રધ્વજને સલામી આપી. રાષ્ટ્રગીત,દેશભક્તિ ગીતના નારાથી વાતાવરણ ગુંજવતા ઓલપાડ તાલુકો રાષ્ટ્રપ્રેમીના રંગથી રંગાયો હતો.
તમે આ પણ વાચી શકો છો :
તમે આ પણ વાચી શકો છો :