HomeGujarat75th Republic Day Celebration : સુરતમાં ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કાર્યક્રમમાં જુદા...

75th Republic Day Celebration : સુરતમાં ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કાર્યક્રમમાં જુદા જુદા પ્રકારની કૃતિઓ રજૂ કરાઈ – India News Gujarat

Date:

75th Republic Day Celebration : પોલીસના વિવિધ વિભાગો દ્વારા પરેડ યોજાય, પોલીસ કમિશ્નરે પરેડનું નિરક્ષણ કર્યું.

શહેરના અગ્રગણ્ય નાગરિકો પણ હાજર

સુરત શહેર પોલીસ દ્વારા ૨૬મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી હતી. સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરના અધ્યક્ષતામાં ધ્વજવંદન કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ. જેમાં આયોજિત પરેડમાં પોલીસની વિવિધ પ્લાટુન ભાગ લીધો હતો. આ પ્રસંગે શહેરના અગ્રગણ્ય નાગરિકો પણ હાજર રહયા હતા.

પોલીસ કમિશનર અજયકુમારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું

સુરત શહેર પોલીસ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર આજના આ પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમારના હસ્તે ધ્વજવંદન કરાવી આ પર્વની ઉજવણી થઈ હતી. જેમાં સુરત શહેરના નાગરિકો, શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ, શહેરના પ્રબુદ્ધ નાગરિકો. સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે આ દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં સુરત પોલીસ કમિશનર અજયકુમારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ

ગણતંત્રની ઉજવણી સાથે જુદા જુદા પ્રકારની વિશેષ કૃતિઓ રજૂ કરાઈ હતી. જેમાં સૌપ્રથમ જુદી જુદી બટાલિયનો દ્વારા વિશેષ પરેડ કરવામાં આવી હતી. ટ્રાફિકથી લઈ મહિલા પોલીસ સહિતની બટાલિયન દ્વારા આકર્ષક પરેડ કરવામાં આવી હતી. જેનું સૌપ્રથમ સુરત પોલીસ કમિશનરે નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ સૌથી આકર્ષણનું કેન્દ્ર મહિલા પોલીસની ટીમ દ્વારા બ્લાઇન્ડ વેપન કરતબ આવ્યું હતું. જેમાં મહિલા પોલીસની ટીમે આંખે પટ્ટી બાંધી એકે 47થી લઈ જુદી જુદી આઠથી દસ જેટલી ગનને આખી ખોલી નાખી હતી. અને ફરી તેને તે જ રીતે બંધ કરી નાખી હતી. ત્યારબાદ જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.

75th Republic Day Celebration : દર વર્ષે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે

આખો દેશ આજે 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો છે. દેશનું બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું. અને ભારત એક પ્રજાસત્તાક બન્યું. એટલા માટે દર વર્ષે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે સુરત શહેરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરના હસ્તે ફલેક હોસ્ટિંગ કારવમાં આવ્યું હતું. આ સમયે વિવિધ પ્લાટુન દ્વારા યોજાયેલી પરેડનું નિરક્ષણ પણ એમણે કર્યું હતું.

તમે આ પણ વાચી શકો છો :

Republic Day Parade-2024: કર્તવ્ય પથ પર નારી શક્તિ, મોહક ટેબ્લો, શસ્ત્રોનું પ્રદર્શન

તમે આ પણ વાચી શકો છો :

Indian Political League: NDA સાથે ચિરાગ ‘જલતો’ રહેશે?

SHARE

Related stories

Latest stories