HomeGujaratCold Storage In SMIMER Hospital : સ્મીમેર હોસ્પિટલમાં આખરે કોલ્ડ સ્ટોરેજ બન્યું...

Cold Storage In SMIMER Hospital : સ્મીમેર હોસ્પિટલમાં આખરે કોલ્ડ સ્ટોરેજ બન્યું – India News Guajrat

Date:

Cold Storage In SMIMER Hospital : સુરત સ્મીમેર હોસ્પિટલમાં મેડિકલ કોલ્ડ સ્ટોરેજનું લોકાર્પણ. જડબાના એક્સ રે માટે OPG મશીન પણ મુકાયું. દવાઓ મુકવા માટે કોલ્ડ સ્ટોરેજ જરૂરી હવે દવાઓને કોલ્ડ સ્ટોરેજમાં મુકાશે.

મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા આવતી હોય

સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા આવતા. હોવા છતાં પણ ત્યાં દવાવો મુકવા માટે કોલ સ્ટોરેજની પણ વ્યવસ્થા ન હતી. ત્યારે હવે કોલ સ્ટોરેજ બનાવવામાં આવ્યું અને લોકાર્પણ પણ કરવામાં આવી ગયું છે.

દવાને નિયમ મુજબ જે ટેમ્પરેચરમાં મૂકવામાં આવતી હોય છે

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ઘણી બધી સુવિધાને લઈ સમય અંતરે વિવાદ ઉભા થતા રહે છે. હજારોની સંખ્યામાં ભલે દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય. પરંતુ સ્મીમેર હોસ્પિટલની અંદર ઘણી વખત દર્દીઓને પૂરતી સુવિધા ન હોવાના કિસ્સાઓ સામે આવતા રહ્યા છે. આખરે હોસ્પિટલના સત્તાધીશો અને એડમિનિસ્ટ્રેટરની આંખ ખુલ્લી છે. સારવાર માટે આવતા દર્દીઓને ઇન્જેક્શન તેમજ અન્ય જે દવાઓ પૂરી પાડવામાં આવે છે. તે પૈકીની કેટલીક દવાઓ ખૂબ જ સેન્સેટિવ હોય છે. જે તે દવાને નિયમ મુજબ જે ટેમ્પરેચરમાં મૂકવામાં આવતી હોય છે તે જ પ્રકારના ટેમ્પરેચરમાં મૂકવી જરૂરી છે. ટેમ્પરેચર ન મળે તો દવાની ગુણવત્તાઓ ઉપર ખૂબ મોટી અસર થઈ શકે છે.

Cold Storage In SMIMER Hospital : એક્સ-રે માટે કોઈ સુવિધા ન હતી

સ્મીમેર હોસ્પિટલ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી તમને જાણીને આશ્ચર્ય થશે કે દવા મુકવા માટે કોલ સ્ટોરજની વ્યવસ્થા જ ન હતી. જે દવાઓને નિયત કરેલા ટેમ્પરેચરમાં રાખવાની હોય છે તે પણ મૂકવામાં આવતી ન હતી. આખરે કોલ સ્ટોરેજ બનાવવામાં આવ્યું છે અને તેનું લોકાપર્ણ પણ કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી જડબાના એક્સ-રે માટે કોઈ સુવિધા ન હતી. જેને કારણે દર્દીઓ મજબૂરીમાં સિવિલ હોસ્પિટલ અથવા અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટે જતા હતા. આખરે આ ઓપીજી મશીન પણ મૂકવામાં આવ્યો છે. જેથી કરીને દર્દીઓને વધારાની સુવિધાઓ મળશે.

હજી પણ ઘણી બધી સુવિધાઓ દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવીશું

હોસ્પિટલ સમિતિના ચેરમેન મનીષા આહિરે જણાવ્યું કે થોડા દિવસ અગાઉ કોલ્ડ સ્ટોરેજ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે પણ હોસ્પિટલમાં દવાઓ હોય તે પૈકીની કેટલીક દવાઓ તેના નિયત તાપમાનમાં જ મુકવામાં આવતી હોય છે. તે દવાઓ યોગ્ય રીતે જળવાઈ રહે અને દર્દીઓને પણ કોઈ મુશ્કેલી ન થાય તેના માટે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા કરવામાં આવી છે. તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. હોસ્પિટલમાં સારવાર લેવા આવનાર દર્દીઓની તમામ પ્રકારની કાળજી લેવા માટે અમે કટિબદ્ધ છીએ. આવનાર દિવસોમાં હજી પણ ઘણી બધી સુવિધાઓ દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવીશું.

તમે આ પણ વાચી શકો છો :

Atari Parade: અટારી-વાઘા બોર્ડર પર જોવા મળશે મહિલા શક્તિ

તમે આ પણ વાચી શકો છો :

Bihar Politics: લાલુએ બિહારમાં ડેમેજ કંટ્રોલ માટે ખેલ્યો મોટો દાવ

SHARE

Related stories

Latest stories