HomeGujaratRam Charitra Certificate Course: યુનિવર્સિટી હવે ભણાવશે રામના જીવનથી પ્રાણપ્રતિષ્ઠાનો ઇતિહાસ, માત્ર...

Ram Charitra Certificate Course: યુનિવર્સિટી હવે ભણાવશે રામના જીવનથી પ્રાણપ્રતિષ્ઠાનો ઇતિહાસ, માત્ર 1100 રૂપીયા કોર્સ ફી – INDIA NEWS GUJARAT

Date:

Ram Charitra Certificate Course: શ્રીરામનો ઇતિહાસ જર્મન, સ્પેનિશ, ફ્રેન્ચ ભાષામાં પણ ભણાવાશે
રામ ચરિત્રના માત્ર 1100 રૂપિયામાં સર્ટિફિકેટ કોર્ષ
યુનિ.માં 10 હજાર વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિ શીખડાવાશે

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા એકાદ વર્ષમાં સર્ટિફિકેટ કોર્સની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં વધી રહી છે. યુનિવર્સિટી ખાતે વધુ એક સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. શ્રીરામ જન્મભૂમિના ઈતિહાસનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવી રહ્યો છે. જેમાં શ્રીરામને લઈને વિગતવાર માહિતી અભ્યાસ કરનારને પ્રાપ્ત થઈ શકશે.

વીર નર્મદ યુનિ.માં શ્રીરામ જન્મભૂમિ ઇતિહાસ ભણાવાશે

રામ જન્મભૂમિને લઈને દેશભરમાં ખૂબ જ ચર્ચા છે. અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ ભગવાન રામની વિશે વિગતવાર માહિતી જાણવા માટે લોકોમાં તાલાવેલી વધી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા શ્રીરામ જન્મભૂમિનો ઈતિહાસ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ભગવાન રામના જન્મ અને તે પહેલાંનો ઇતિહાસ તેમજ ત્યારબાદ ભગવાન રામની જીવનયાત્રા અંગેની પણ વિસ્તૃત માહિતી આપવામાં આવશે. એટલું જ નહીં પણ સાથે સાથે રામ જન્મભૂમિ આંદોલનથી લઈને પ્રાણ પ્રતિષ્ઠા સુધીની તમામ વિગતો વિદ્યાર્થીને આ અભ્યાસ દરમિયાન આપવામાં આવશે.

Ram Charitra Certificate Course: 30 કલાકનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કારાયો

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોર ચાવડાએ જણાવ્યું કે વધુ એક સર્ટિફિકેટ કોર્સ યુનિવર્સિટી ખાતે શરૂ થયો છે. જેને એકેડેમિક કાઉન્સિલ તરફથી મંજૂરી મળી ગઈ છે. રામ જન્મભૂમિ ઈતિહાસના નામથી આ સર્ટિફિકેટ કોર્સ 30 કલાક માટે કોઈ પણ વ્યક્તિ કરી શકશે. 12 વર્ષ કરતાં વધુ વય ધરાવતો વ્યક્તિ આ કોર્ષ પૂર્ણ કરી શકે છે. જેની ફી 1100 રૂપિયા રાખવામાં આવી છે. તેમજ અન્ય ભાષા જેમ કે જર્મન, સ્પેનિશ, ફ્રેન્ચ તેમજ રશિયન ભાષામાં આ સર્ટિફિકેટ કોર્સ કરવો હશે તો તેણે રૂપિયા 10,000 ચૂકવવા પડશે. વધુમાં વધુ લોકો ભગવાન શ્રીરામ અને રામ જન્મભૂમિ વિશે માહિતગાર થાય તે હેતુથી આ કોર્સ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કુલપતિ ડો. કિશોર ચાવડાએ વધુમાં કહ્યુંકે ભગવાન શ્રીરામની 10 હજાર વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિ, શ્રીરામના જન્મથી લઈને ત્યારપછી મંદિરની સ્થાપના, મંદિર ધ્વસ્ત થયું એ અને ફરી મંદિર બંધાયું અને પ્રાણ પ્રતિષ્ઠા સુધીનો ઇતિહાસની માહિતી આપવામાં આવશે.

તમે આ પન વાચી શકો છો :

Liquor License Fraud : દારૂ પીવાના લાયસન્સના નામે 6.28 કરોડ ખંખેરી લેવાયા

તમે આ પન વાચી શકો છો :

One Nation, One Election: કયા ફેરફારોની જરૂર પડશે

SHARE

Related stories

Latest stories