HomeBusinessOrientation Workshop/નગરપાલિકાઓના અધિકારી-પદાધિકારીઓ માટે ઓરીએન્ટેશન વર્કશોપ યોજાઈ/INDIA NEWS GUJARAT

Orientation Workshop/નગરપાલિકાઓના અધિકારી-પદાધિકારીઓ માટે ઓરીએન્ટેશન વર્કશોપ યોજાઈ/INDIA NEWS GUJARAT

Date:

પ્રાદેશિક નગરપાલિકા કમિશનર ડી.ડી.કાપડીયાની અધ્યક્ષતામાં નગરપાલિકાઓના અધિકારી-પદાધિકારીઓ માટે ઓરીએન્ટેશન વર્કશોપ યોજાઈ

પ્રવર્તમાન શહેરીકરણ અને ગુણવત્તાયુક્ત શહેરી જીવનધોરણની માંગને પહોંચી વળવા ચીફ ઑફીસરો વધુ સક્ષમ બનવું :- પ્રાદેશિક નગરપાલિકા કમિશનર ડી.ડી.કાપડીયા

પ્રાદેશિક નગરપાલિકા કમિશનર ડી.ડી.કાપડીયા (આઈ.એ.એસ)ના અધ્યક્ષતામાં દક્ષિણ ઝોનમાં સમાવિષ્ટ નગરપાલિકાઓના અધિકારી-પદાધિકારીઓ માટે ઓરીએન્ટેશન વર્કશોપનું સુડા ભવન, વેસુ ખાતે આયોજન કરાયું હતું. દક્ષિણ ઝોનમાં આવતી ૧૯ નગરપાલિકાઓમાંથી ચીફ ઓફિસરો,પદાધિકારીઓ,ટેકનિકલ વિભાગના અધિકારીઓ સાથે અન્ય અધિકારીઓએ વર્કશોપમાં ટેકનિકલ અને વહીવટી કામગીરી અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.


વર્કશોપમાં પ્રાદેશિક નગરપાલિકા કમિશનર ડી.ડી.કાપડીયાએ જણાવ્યું હતું કે, આજીવિકા,આર્થિક, શૈક્ષણિક જરૂરિયાત અને અપેક્ષિત જીવન ધોરણની અભિલાષાએ ગ્રામ્ય સ્થરે સ્થળાંતર થતાં શહેરીકરણ વધી રહ્યું છે. પરિણામે તેમને સુવિધાઓ પૂરી પાડવાની જવાબદારી નગરપાલિકાની છે. પ્રવર્તમાન શહેરીકરણ અને ગુણવત્તાયુક્ત શહેરી જીવનધોરણની માંગને પહોંચી વળવા ચીફ ઑફીસરઓએ વધુ સક્ષમ બનવું પડશે. નાગરિકો સાથે વધુમાં વધુ સંપર્ક કેળવી સંવેદનશીલ અને જવાબદાર અધિકારી તરીકે પ્રસ્થાપિત થવું પડશે.


તેમણે વધુમાં જણાવ્યું કે,નગરપાલિકાઓના વહીવટમાં ચીફ ઑફીસરની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે. જે રીતે કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશ્નરની ભૂમિકા મહત્ત્વની છે. ચીફ ઑફીસરશ્રીઓએ પોતાના શહેર પ્રત્યે Ownership ની ભાવના કેળવવી પડશે. પરિણામે સ્વયં: નગરપાલિકાના વિકાસમાં ઓતપ્રોત થઇ જશો. ઓફિસ કરતાં ફિલ્ડમાં તેમજ જાહેર જનતા સાથે વધુમાં વધુ સંપર્ક કેળવવાથી નાગરિકોના વાસ્તવિક પ્રશ્નો સમસ્યાઓથી માહિતગાર થશો. નગર પાલિકાઓમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટની સાથે પ્રજાલક્ષી સેવાઓને પણ પ્રાધાન્ય આપી તેને વધુ હકારાત્મક અને અસરકારક બનાવવી જરૂરી છે. એમ વધુમાં ઉમેર્યું હતું.


સેમિનારમાં ઉપસ્થિત ઓફિસરો, પદાધિકારીઓ, ટેકનિકલ વિભાગના અધિકારીઓને વહીવટી,ટેકનિકલ અને નાણાકીય બાબતો અંગે પ્રેઝન્ટેશન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે નગરપાલિકાઓ દ્વારા કરવામાં આવેલ નવીન કામગીરીનું પ્રેઝન્ટેશન પણ કરાયું હતું.


આ વર્કશોપમાં એડિશનલ કલેક્ટર વી.પી.બાગુલ, નગરપાલિકાના ચીફ ઓફિસરો,પદાધિકારીઓ,ટેકનિકલ વિભાગના અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

CHILD OBESITY : આ રીતે બાળકોના આહાર પર નિયંત્રણ રાખો

INDIA NEWS GUJARAT : નાની ઉંમરે બાળકોમાં સ્થૂળતાની સમસ્યા...

SWEET TOOTH : જાણો ગડ્યું ક્યારે ખાવું અને ક્યારે ન ખાવું

INDIA NEWS GUJARAT : મીઠો ખોરાક દરેકને પસંદ હોય...

STRESS CAUSE PAIN : તણાવ બની શકે છે તમારી ગરદનના દુખાવાનું કારણ

INDIA NEWS GUJARAT : આધુનિક જીવનશૈલીમાં ગરદનનો દુખાવો એક...

Latest stories