Rise In Import Duty Of Gold-Silver : ભારતીય અર્થતંત્રને મોટી અસર થવાની સંભાવના. જ્વેલરી એક્સપોર્ટમાં મોટો ઘટાડો નોંધવાની શક્યતા. જ્વેલરીના સ્થાનિક બજારમાં પણ માંગ ઘટશે. સોના-ચાંદી પર ઈમ્પોર્ટ ડિયુટીમાં વધારો.
અર્થતંત્ર માટે મહત્વનો ભાગ
ભારતના અર્થતંત્ર માટે મહત્વનો ભાગ કહી શકાય. એવા કીમતી ધાતુ જેવીકે સોનું પર ઈમ્પોર્ટ ડિયુટી વધારવાનો નિર્ણય લેવાયો છે. જેનાથી જ્વેલરી એક્સપોર્ટ પર ખુબજ વિપરીત અસર થવાના એધાણ દેખાઈ રહ્યા છે.
ઈમ્પોર્ટ ડ્યૂટી 12.50 ટકાથી વધીને 15 ટકા કરાઈ
ભારતનું અર્થતંત્ર મજબૂત થવા પાછળનું મોટું કારણ દેશ માંથી થતાં નિર્યાત નો છે. દેશ માંથી જે કોઈ વસ્તુ નિર્યાત થાય છે. એમાં સૌથી મોટો ફાળો ડાયમંડ અને ગોલ્ડ જ્વેલરીનો છે. ત્યારે સુરતમાં હીરા વેપારીઓની મુશ્કેલી વધી છે. સોના-ચાંદીની ખરીદી કરનાર માટે મોટા સમાચાર સામે આવતા GJEPC તંત્ર દોડતું થયું છે. સરકારનો નવો નિર્ણય લાગુ થતા હીરા ઉદ્યોગકારો એ દિલ્હી ખાતે દોડ મૂકી છે. સરકારે સોના-ચાંદી પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારી છે. સરકારના આ નિર્ણયથી ઉદ્યોગકારો ચિંતામાં મુકાયા છે. ઈમ્પોર્ટ ડ્યૂટી 12.50 ટકાથી વધીને 15 ટકા કરાઈ છે. નવો ઈમ્પોર્ટ ડ્યૂટીનો દર ૨૩ જાન્યુઆરીથી અમલીમાં મૂકવામાં આવ્યો છે. કિંમતી ધાતુના સિક્કા પર પણ ડ્યૂટીમાં વધારો કરાયો છે.
Rise In Import Duty Of Gold-Silver : એકસપોર્ટ વધારવા માટે ગોલ્ડમાં ડ્યુટી ઘટાડવાની માંગ કરાઈ
આ સાથે જ સંતુલિત આયાત, અર્થતંત્રને ટેકો આપવા સરકારનો નિર્ણય કરાયો છે. સરકારના નિર્ણય બાદ સોના- ચાંદીના ભાવ વધ્યાં છે. જો કે ડાયમંડ બૂસના ઉદ્ઘાટન વખત GJEPC એ પી.એમ મોદીને ડ્યુટી 12.50 ટકાથી ઘટાડી ને ચાર ટકા કરવાની માંગણી કરી હતી. એકસપોર્ટ વધારવા માટે ગોલ્ડમાં ડ્યુટી ઘટાડવાની માંગ કરાઈ હતી. પરંતુ હાલ સરકારના આનાથી વિપરીત નિર્ણયને લઈ બજેટ અગાવ હીરા ઉદ્યોગકારોમાં ઓહપો થવાના પણ આસાર દેખાઇ રહ્યા છે. તેમજ ફરી એક વાર GJEPC સરકારને રજુવાત કરવાંની પણ તૈયારી દર્શાવી છે. મોટી અને નેગેટિવ ઇફેક્ટ બિઝનેસને પડશે તેવું GJEPC ના પૂર્વ ચેરમેન અને ડાયમંડ બૂષના સભ્ય દિનેશ નાવડીયા એ જણાવ્યું હતું.
ભાવ નિયંત્રણમાં હોય તો સામાન્ય વ્યક્તિ પણ સોનું ખરીદી શકે
ભારત દેશના અર્થતંત્રને મજબૂતી સુધી લઈ જવામાં સુરતના હીરા ઉદ્યોગ સાથે જવેલેરી ઉદ્યોગનો ખૂબ મહત્વનો ફાળો છે. અને ઈમ્પોર્ટ ડિયુટી ઘટાડવા માં આવે તો કીમતી ધાતુના ભાવ નિયંત્રણ માં આવી શકે. જેનાથી સામન્ય માણસની પહોંચ બહાર પહોંચેલા સોનાના ભાવ ને કારણે મધ્યમ વર્ગના લોકો સોનાના દાગીના ખરીદવાનું ટાળતા હોય છે. એવામાં ભાવ નિયંત્રણમાં હોય તો સામાન્ય વ્યક્તિ પણ સોનું ખરીદી શકે. અને જેનાથી ઈકોનોમીને ફાયદો થઈ શકે અને સાથે જ એક્સપોર્ટ પણ વધી શકે. જેનાથી પણ ભારતીય અર્થતંત્ર મજબૂત થઈ શકે. પરંતુ હાલના સરકારના નિર્ણય બાદ પરિસ્થિતિ સાવ વિપરીત થઈ શકે એવું દેખાઈ રહ્યું છે.
તમે આ પણ વાચી શકો છો :
તમે આ પણ વાચી શકો છો :