HomeFashionNew Marriage Trend: લગ્નમાં જોવા મળતો અનોખો ટ્રેન્ડ, વરરાજા રામ, પુત્રવધૂ સીતા...

New Marriage Trend: લગ્નમાં જોવા મળતો અનોખો ટ્રેન્ડ, વરરાજા રામ, પુત્રવધૂ સીતા બનીને સૌકોઈને આકર્ષિત કર્યા – INDIA NEWS GUJARAT

Date:

New Marriage Trend: રામમય વાતાવરણ બનતાં પરિવારના સભ્યોમાં આનંદ.

22 જાન્યુઆરીએ ભગવાન શ્રીરામનો અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ સંપન્ન થયો હતો. સમગ્ર દેશભરમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. દરેક વ્યક્તિ આ ક્ષણને માણી લેવા માટે આતુર હતા, ત્યારે સુરતના એક હીરાના વેપારીના પુત્રે 22મી જાન્યુઆરીએ પોતાના લગ્ન નક્કી થતાં આ અવસરને જીવનભર યાદગાર બનાવવા માટે ભગવાન શ્રીરામના વેશમાં લગ્નવિધિ સંપન્ન કરી હતી.

લગ્ન પ્રસંગને યાદગાર બનવ્યો લેબ્રોન ડાયમંડ જ્વેલરી ઉત્પાદકે

સુરતમાં યોજાયેલા લગ્નપ્રસંગે ભગવાન રામને અનુસરતા વરરાજા જોવા મળ્યા હતા. દરેક વ્યક્તિના જીવનમાં લગ્નપ્રસંગ એક એવી ક્ષણ છે, જે પોતાના જીવનભરનું સંભારણું બનાવવા માગે છે. 22મી જાન્યુઆરીના શુભ દિવસે તેમના લગ્ન નક્કી થતાં, પિતાની ઈચ્છા પુત્રે પૂર્ણ કરી હતી. આર્થિક રીતે સંપન્ન પરિવારના દીકરાએ ડિઝાઇનર મોંઘાં વસ્ત્રો પહેરીને લગ્નમંડપમાં ભગવાન રામને શોભે એ પ્રકારનો પહેરવેશ પહેરીને સનાતન સંસ્કૃતિને આગળ વધવા માટે નિર્ણય લીધો હતો.

A New Marriage Trend

New Marriage Trend: વરરાજા શ્રીરામ બન્યા

વરરાજા લગ્નમંડપમાં ભગવાન રામનો વેશ ધારણ કરીને પહોંચ્યા ત્યારે હાજર મહેમાનો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. વરરાજા રાજ મોનપરા વ્યવસાયે લેબ્રોન ડાયમંડ જ્વેલરી બનાવવા સાથે સંકળાયેલા છે. પોતાના લગ્ન માટે ડિઝાઇનર કપડાં તૈયાર કરી લીધાં હતાં. પોતાની પત્નીએ પણ તેની સાથે જ ડિઝાઇનર કપડાં બનાવડાવી લીધાં હતાં. પરંતુ પુત્રએ ભગવાન રામની માફક હાથમાં ધનુષ લઈને માથે મુગટ પહેરી લગ્નમંડપમાં પ્રવેશ કર્યો હતો. વરરાજાને શ્રીરામના વેશમાં જોઈને હાજર લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા અને તમામ સંબંધીઓ અને મહેમાનોએ રાજા રામને વધાવ્યા હતા.

તમે આ પણ વાંચી શકો છો:  

Vadodara Boat Incident Update: બાળકોના મોત માટે કોણ જવાબદાર? – India News Gujarat

તમે આ પણ વાંચી શકો છો:  

PM MODIએ રામ મંદિરની ટપાલ ટિકિટ બહાર પાડી, જેમાં 20થી વધુ દેશોની ટિકિટ સામેલ-INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories