Navsari Election Office Inaugurated: દરેક બેઠક પાંચ લાખથી વધુ મતોથી જીતવાનું લક્ષ્ય
શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થતાની સાથે ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું રણ સિંગું ફૂંકી દેવામાં આવ્યું છે.
જેમાં ગુજરાતની 26 લોકસભા બેઠકો તમામ પાંચ લાખ મતોથી જીતવાના ધ્યેય સાથે નવસારી જિલ્લા ભાજપે પણ લોકસભા કાર્યાલય ઉદઘાટન કર્યું છે.
ભાજપની લોકસભા ચુંટણી તૈયારી શરૂ
2024 લોકસભા ચૂંટણીનું મહત્વનું વર્ષ બની ગયું છે. જેમાં ભારતીય જનતા પાર્ટી અને સામે ઈન્ડીઅલાઇન્સ એકબીજાને ધૂળ ચટાવવા માટે મેદાને પડ્યા છે ત્યારે ગુજરાત ભાજપ એ પણ રણસિંગું મૂકી દીધું છે. સમગ્ર દેશમાં સૌપ્રથમ ગુજરાતે ગુજરાતની 26 લોકસભા બેઠકોના કાર્યાલયોનું ઉદઘાટન કરી દીધા છે.
વર્ચ્યુઅલ રીતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ પણ જોડાય હતા.
તથા બધા કાર્યકરોને સંબોધન કરીને ગુજરાતમાં ત્રીજી વખત 26 બેઠકો જીતવાનો વિક્રમ સ્થાપવાની હાકલ કરી છે.
Navsari Election Office Inaugurated: સી.આર.પાટીલની બેઠક પર કાર્યાલય ખુલ્લુ મુકાયું
નવસારી લોકસભા બેઠકમાં આવતી સુરતની ચાર અને નવસારી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકના સાતે ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે.
અને નવસારી લોકસભા બેઠકને જંગી બહુમતી માટે હાકલ કરી છે કાર્યક્રમમાં સુરત અને નવસારીની તમામ બેઠકોના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ફીર એક બાર મોદી સરકાર ના સંકલ્પ સાથે નવસારી લોકસભા બેઠકના સાંસદ સી.આર.પાટિલની બેઠક પર મધ્યસ્થ કાર્યાલય ખુલ્લુ મુકાયું હતું.
તમામ કાર્યકર્તા ને અત્યારથી કામે લાગી જવા કહેવાયું છે અને વધુમાં વધુ લોકો નો સંપર્ક કરીને ભાજપ તરફે મતદાન કરવા સંકલ્પબન્ધ કરવા ની સૂચનાઓ આપી દેવાય છે.
તમે આ પણ વાચી શકો છો :
તમે આ પણ વાચી શકો છો :