‘Krushi Vigyan Kendra’ Inaugration : વીગીન કેન્દ્ર ટેરેસ ગાર્ડન સહિત ફાર્મિંગ સહિતની માહિતી મળી રહેશે. દક્ષિણ ગુજરાતમાં સાત કૃષિ વિજ્ઞાન કેન્દ્રો કાર્યરત.
ટેરેસ ગાર્ડનિંગ તરફ આકર્ષિત કરી શકાય તે બાબત
નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સુરતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નવા મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ કેન્દ્રનો હેતુ સુરતના શહેરીજનોને કેવી રીતે ટેરેસ ગાર્ડનિંગ તરફ આકર્ષિત કરી શકાય તે બાબતનો છે. નવસારી કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ઝીણાભાઇ પટેલ દ્વારા આ નવા મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
લોકોને ખેતી સાથે જોડી શકાય
સુરત ઝડપથી વિકસતા શહેરોમાં અગ્ર હરોળમાં સ્થાન ધરાવે છે. વિકસિત શહેર તરીકેની છાપ ધરાવતા સુરતમાં એગ્રીકલ્ચરનો વિકાસ થાય. તે હેતુથી સુરતમાં નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ કામગીરીઓ કરવામાં આવી રહ્યા છે. એવામાં સુરતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. જેથી લોકોને ખેતી સાથે જોડી શકાય. સુરતમાં મોટાભાગના વિસ્તારોમાં હાલ ઊંચા ઊંચા મકાનો બનાવવામાં આવ્યા છે.
ટેરેસ ગાર્ડનનો કન્સેપ્ટ સમજાવવાના પ્રયાસો
એવામાં લોકોને ટેરેસ ગાર્ડનનો કન્સેપ્ટ સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાથે જ જે લોકો પહેલેથી ટેરેસ ફાર્મિંગ કરતા હોય. એવા લોકોને કેવા પ્રકારના છોડ ઉગાડી શકાય તે અંગેની માહિતી પણ કેન્દ્ર દ્વારા આપવામાં આવી રહી છે. નવસારી કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ઝીણાભાઇ પટેલે આ અંગે માહિતી આપી હતી.
‘Krushi Vigyan Kendra’ Inaugration : તાલીમ મેળવીને સુંદર ઉપવન પોતાના ઘર આંગણે બનાવી શકશે
દક્ષિણ ગુજરાત કૃષિ યુનિવર્સિટી દ્વારા સાત જિલ્લા માં કૃષિ વિજ્ઞાન શરૂ કરાયા છે. જેનું આઇસીઆર દ્વારા સંચાલિત કરવામાં આવે છે. સુરત ખાતે અત્યંત આધુનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નવા ભવન નું લોકાપર્ણ કારવમાં આવ્યું. જેનો સુરતના રહેવાસી ઑ ફારમિગ સાથે કુદરતી ખેત ઉપજ વિષેની માહિતી મળવી. પોતાના ઘરના ગાર્ડન માં કી રીતે લીલા સકભાજી સહિત ફળ અને ફૂલ છોડ ઉછેરી શકાય. એની જાણકારી મેળવી તાલીમ મેળવીને સુંદર ઉપવન પોતાના ઘર આંગણે બનાવી શકશે.
તમે આ પણ વાચી શકો છો :
તમે આ પણ વાચી શકો છો :