HomeGujaratTemples 'Safai Abhiyan' : લક્ષ્મી નારાયણ મંદિરમાં યોજાયું સફાઈ અભિયાન, ધાર્મિક સ્થાનની...

Temples ‘Safai Abhiyan’ : લક્ષ્મી નારાયણ મંદિરમાં યોજાયું સફાઈ અભિયાન, ધાર્મિક સ્થાનની સફાઈમાં સી.આર.પાટીલ થયા સામેલ – India News Gujarat

Date:

Temples ‘Safai Abhiyan’ : ભવ્ય શ્રીરામ મંદિર નિર્માણ બાદ પ્રાણ પ્રતિષ્ઠા. સમગ્ર દેશમાં ધર્મ સ્થાનોની સ્વચ્છતા કરવામાં આવી.

સાફસફાઈ અભિયાન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન

અયોધ્યા મુકામે ભવ્ય રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈ સુરત આખું રામભક્તિમય માહોલમાં ફેરવાઈ ગયું છે. શહેરીજનો દ્વારા ભવ્યથી ભવ્ય શોભાયાત્રા કાઢી ભગવાન રામને આવકારવા માટેની તૈયારીઓ કરાય હતી. મંદિરોમાં પણ સાફસફાઈ અભિયાન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે ઉધના ખાતે લક્ષ્મીનારાયણ મંદિર ખાતે હાથ ધરવામાં આવેલ છે. સફાઈ અભિયાનમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ પણ જોડાયા હતા.

અયોધ્યાને પણ દુલ્હનની જેમ સજાવી દેવાયું

સુરતના ઉધના સ્થિત લક્ષ્મી નારાયણ મંદિર ખાતે યોજાયેલ. સફાઈ અભિયાનમાં જોડાયેલા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તીર્થ સ્થાનો પર સફાઈ ઝુંબેશ હાથ ધરવા માટેની અપીલ. અને આહવાન કરવામાં આવ્યું હતું. 500 વર્ષ કરતા વધુ સમય થયો છે. અને લોકોની જે આશા, અપેક્ષા અને ઈચ્છા હતી તે અયોધ્યા રામ જન્મભૂમિ ખાતે ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થવાથી પૂર્ણ થઈ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. દેશના શ્રેષ્ઠ મંદિરો પૈકીનું એક અયોધ્યા રામ જન્મભૂમિ ખાતે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે. જેના કારણે અયોધ્યાને પણ દુલ્હનની જેમ સજાવી દેવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આખા દેશના ગામડાઓથી લઈને શહેરોના તીર્થ સ્થળો પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

Temples ‘Safai Abhiyan’ : 360 ગામડાઓમાં આ સફાઈ કરવામાં આવી

ગુજરાતના 360 ગામડાઓમાં આ સફાઈ કરવામાં આવી છે. વીતેલા દિવસોમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આ તીર્થ સ્થળોની સાફ-સફાઈ કરી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જે બદલ કાર્યકર્તાઓને પણ હું અભિનંદન પાઠવું છું. વડાપ્રધાને જાતે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું. તેની આ અસર આખા દેશમાં જોવા મળી છે. સફાઈ ઝુંબેશ હાથ ધરી માત્ર સફાઈ કરવાની નથી. પરંતુ તેની જાળવણી કરવી પણ આપણી સૌ કોઈની જવાબદારી છે. જે માટે કાર્યકર્તાઓને પ્રેરિત કરવામાં આવ્યા છે. સફાઈ કરવી અને તેની જાળવણી પણ કરવી તેવો મેસેજ સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓમાં જવાનો છે.

તમે આ પણ વાચી શકો છો :

Chaitar on Bail: રાજપીપળા કોર્ટે મંજૂર કર્યા શરતી જામીન 

તમે આ પણ વાચી શકો છો :

Best Tourism Village/ધોરડો:ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ” વિષય આધારિત નવી દિલ્હીમાં કર્તવ્યપથ પર પ્રજાસત્તાક દિને રજૂ થશે ગુજરાતની ઝાંખી

SHARE

Related stories

The Entire Education Campaign : સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. 45.20 કરોડના ખર્ચે 19 પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત : INDIA NEWS GUJARAT

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ...

Menopause: આ રોગને કારણે સ્ત્રીઓમાં પીરિયડ્સ બંધ થાય છે? આ એક ઉણપ શરીરને સડી જાય છે – INDIA NEWS GUJARAT

Menopause: મેનોપોઝ એ સ્ત્રીઓના જીવનનો એક મહત્વપૂર્ણ અને કુદરતી...

Latest stories