Live Ayodhya Pran Pratishtha: પ્રાણ પ્રતિષ્ઠા પછી સી.આર.પાટીલ નિવેદન
રામભક્તો સાથે લાઈવ પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ નિહાળ્યો
સુરતમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કાર્યકરો સાથે અયોધ્યામાં થયેલી ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને નિહાળ્યો હતો. ત્યારબાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે, હિન્દૂ સમાજની આશા અને અપેક્ષા આજે પૂર્ણ થઈ છે. 1991માં કાર સેવકોએ પોલીસના દંડા ખાધા હતા. જે વિપક્ષ અલગ માનસિકતા રાખતું હતું.
રામભક્તો અને કાર્યક્રતા સાથે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવનું લાઈવ નિર્દશન કરવા ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પહોંયા હતા.
‘હિન્દુઓની આશા-અપેક્ષા પૂર્ણ થઈ’ – સી.આર પાટીલ
તેમણે સમગ્ર ઉત્સવ કાર્યક્રતા સાથે નિહાળ્યા બાદ કહ્યું કે, રામ મંદિર બનવું જોઈએ તે માટે અનેક પ્રકારના આંદોલનો થયા હતાં. અનેક લોકોએ કાર સેવા કરી હતી. અનેક લોકોએ શહીદી વહોરી હતી. કેટલાય લોકોએ રામ મંદિર માટે વર્ષો વર્ષ તપસ્યા કરી હતી. વર્ષો સુધી બાધાઓ રાખી પોતાની અલગ અલગ રીતે લાગણી વ્યક્ત કરી હતી. દેશના અનેક હિન્દુઓની લાગણી અને અપેક્ષાઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્ણ કરી છે. જે બદલ હું વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરી એમને અભિનંદન પાઠવું છું. રામનું અસ્તિત્વ ન હોવાનું કેટલાક લોકોએ માન્યું હતું. લોકોની શ્રદ્ધા ને હાનિ પોહચાડવાનું કામ કરવામાં આવ્યું હતું. એમ કહીને પાટીલે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. ત્યારે રામ મંદિરની સ્થાપના માટે સંઘર્ષ કરનારા કાર સેવકોને અયોધ્યા લઈ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે. આખા દેશને તેમની અપેક્ષા મુજબનું રામ મંદિર મળ્યું છે. દરેક લોકસભા બેઠક પરથી 1400 કાર સેવકોને અયોધ્યા સ્થિત રામ મંદિરના દર્શન માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે એમ એમને કહ્યું હતું.
Live Ayodhya Pran Pratishtha: કાર સેવકોને અયોધ્યા જવા માટે ખાસ વ્યવસ્થા કરાશે
તેમણે વધુ માં કહ્યું કે, રામનું અસ્તિત્વ નથી અને રામ મંદિર નહીં બનાવવાની માનસિકતા ધરાવતા લોકો વચ્ચે પણ પ્રધાનમંત્રીએ સૌને સાથે રાખી કોઈ પણ કાંકરીચાળા થયા વિના મંદિરનું નિર્માણ કર્યું છે. ભગવાન અયોધ્યાના રાજા પણ હતા. અયોધ્યાને કાયમી સજાવવામાં આવ્યું છે, અયોધ્યાને એક રીતે ડેવલોપ કર્યું છે. આજે દુનિયાનું શ્રેષ્ઠ મંદિર નિર્માણ પામ્યું છે. વિપક્ષી પાર્ટી ભગવાનમાં શ્રદ્ધા રાખતી નહોતી. તે પાર્ટીઓના જુલ્મ પણ કાર સેવકોએ સહન કરવા પડ્યા હતા. આજે કાર સેવકોની ધૈર્યતાનો અંત પૂરો થયો છે. જે કાર સેવકોને અયોધ્યા જવું હશે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે. અવ્યસ્થા ન થાય તે માટેની કાળજી રાખવામાં આવશે. ગુજરાતમાંથી ભોજન માટેની વ્યવસ્થામાં લોકો જોડાયા છે.
તમે આ પણ વાચી શકો છો:
તમે આ પણ વાચી શકો છો: